Western Times News

Gujarati News

૧૦ વર્ષની બાળકી પર ૭ છોકરાઓએ ગેંગરેપ કર્યો, ૩ પીડિતાના સંબંધી

Files Photo

રેવાડી: હરિયાણાનાં રેવાડીમાં ૨૪ મેએ કેટલાક બાળકો મેદાનમાં રમતા રમતા બાજુમાં રહેલી સ્કૂલની બિલ્ડિંગમાં જતા રહ્યા ત્યાં ૭ છોકરાઓએ ૧૦ વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કર્યો. જાેકે આ ઘટના એક અઠવાડિયા બાદ ત્યારે બહાર આવી જ્યારે વીડિયો પીડિત બાળકીના પડોશીએ સોશિયલ મીડિયા પર જાેયો. તેણે બાળકીના પરિવારને આની જાણકારી આપી. ત્યારે આ વાત પોલીસ સુધી પહોંચી હતી.બાળકીના પરિવારે ૯ જૂને પોલીસમાં એફઆઈઆર નોંધાવી. રેવાડીના ડીએસપી (હેડક્વાર્ટર) હંસરાજે જણાવ્યું કે કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૬ ડી, ૩૫૪સી, ૫૦૬, પોક્સો, આઈટી એક્ટ અને એસસી- એસટી એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે.

આ ૭ માંથી આરોપીઓમાંથી એક ૧૮ વર્ષનો છે. બાકીના ૧૦થી ૧૨ વર્ષની વચ્ચે છે. છોકરીના પડોશીએ આ આરોપીઓની વીડિયોના આધારે ઓળખ કરી છે. હંસરાજે જણાવ્યુ કે જેવો મામલો અમારી સામે આવ્યો અમે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી અને પીડિતા પડોશી હતા.પોલીસનું કહેવું છે કે છોકરીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં છોકરીની સાથે થયેલા ગેંગરેપની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે ૭ આરોપીઓમાંથી ૩ સગીર બાળકીના સંબંધી છે.

આરોપીઓમાંથી ૬ સગીરોને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની સામે રજૂ કર્યા બાદ સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ૧૮ વર્ષના આરોપીને કોર્ટની સામે રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ વીડિયોમાં જાેવા મળતા બીજા સગીરને શોધી રહી છે. સાથે જ વીડિયો શેર કરનારાઓની ડિટેલ મેળવવામાં લાગી છે. ડીએસપીએ જણાવ્યું કે વીડિયો શેર કરનારાની શોધ ચાલી રહી છે

કેમ કે એવું કરવુ ગુનો છે. પીડિત બાળકી અને આરોપી છોકરાના પરિવાર જનો એક બીજાને ઓળખે છે અને એક સાથે રેવાડીના એક ગામમાં રહે છે. જ્યાં બાળકો રમી રહ્યા હતા. ત્યા બાજુમાં સ્કુલનું બિલ્ડીંગ છે. કોરોના મહામારીના કારણે ત્યાં ક્લાસ ચાલુ નહોંતા જેથી તે ખાલી હતી.

પોલીસે જણાવ્યુ કે કોઈ પણ બાળકે આ ગુના અંગે કોઈ ચર્ચા નહોંતી કરી. તેમજ પીડિતાએ પણ કોઈને આ અંગે નહોંતુ જણાવ્યુ. આરોપીઓ સામાન્ય દિવસોની જેમ કામ કરવા લાગ્યા તેમની હિંમત એટલી વધી ગઈ તે તેમણે આ વીડિયો શેર કરી દીધો. ૮ જૂને પીડિતાના પડોશીએ આ વીડિયો જાેઈને પરિવારને સૂચના આપી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.