Western Times News

Gujarati News

મોટર્સ કંપનીના સંચાલક સાથે ૩.૩૩ કરોડની ઠગાઈ

અમદાવાદની મહિલા સહિત ૬ શખ્સોએ શોરૂમની લીઝ અને ડીલરશીપના નામે ૩.૩૩ કરોડ ખંખેરી લીધા-

તોફિકભાઈ લુહારને હિંમતનગર ખાતેની એમરલ્ડ કાર્સ પ્રાઈવેટ લિમિટેડ નામના શોરૂમની લીઝ અને ડીલરશીપ તેમના નામે કરી આપવાનું જણાવી તેમની પાસેથી ૨.૫૨ કરોડ રૂપિયા લીધા હતા

હિંમતનગર, હિંમતનગરમાં  મોટર્સ કંપનીના સંચાલક સાથે ૩.૩૩ કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં ૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પિપલોદી ગામની સીમમાં આવેલા  શોરૂમના સંચાલક સાથે શોરૂમની લીઝ અને ડીલરશીપ તેમના નામે કરી આપવાના બહાને અમદાવાદ ૬ શખ્સોએ ૨.૫૨ કરોડ મેળવી લીધા બાદ તેમજ મોટર્સ કંપનીના સંચાલક પાસેથી કાર્સ અને એસેસરીજના વેચાણના લાખો રૂપિયા ન ચૂકવી હિંમતનગરની મોટર્સ કંપનીના સંચાલક સાથે ૩.૩૩ કરોડથી વધુની ઠગાઈ કરી હતી,

જે બાદ આખો મામલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસમાં ફરિયાદ મુજબ સવગઢ ખાતે રહેતા તોફિકભાઈ ઈસ્લામભાઈ લુહાર પિપલોદી ગામની સીમમાં આનેલા અગવાન મોટર્સ લિમિટેડ ખાતે વાહનોના વ્યવસાયનું સંચાલન કરે છે. તોકિફબાઈ લુહારને અમદાવાદના કનૈયા મનહરકુમાર ઠક્કર, ખુશીબેન કનૈયાલાલ ઠક્કર, રૂપેશભાઈ દિનેશભાઈ જન્ત્રાણીયા, જુબીન શાપુર મિસ્ત્રી, રજનીશ સુભાષભાઈ અરોર અને નિરવ રમેશચન્દ્ર જાેષીએ ભેગા મળી તોફિકભાઈ લુહારને હિંમતનગર ખાતેની એમરલ્ડ કાર્સ પ્રાઈવેટ લિમિટેડ નામના શોરૂમની લીઝ અને ડીલરશીપ તેમના નામે કરી આપવાનું જણાવી તેમની પાસેથી ૨.૫૨ કરોડ રૂપિયા મેળવ્યા હતા.

ત્યારબાદ આ શખ્સોએ તોકિફભાઈ લુહારને તેમના નામે શોરૂમ, લીઝ તથા ડીલરશીપ કરી આપ્યા ન હતા. ઉપરાંત આ શખ્સોએ તોકિફભાઈ પાસેથી કાર્સ તેમજ એસેસરીજના વેચાણના કુલ ૪૮.૫૫ લાખ પણ આપ્યા ન હતા. એટલું જ નહીં, રૂપેશભાઈ જન્ત્રાણીયા અને જુબીન મિસ્ત્રીએ તોકિફભાઈ પાસેથી ગાડીઓ વેચાણ માટે લીધી હતી.

જેના ૩૨.૯૩ લાખ પણ તેમને ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. આ શખ્સોએ લીઝ ડીલરશીપ સહિત ગાડીઓ અને એસેસરીઝના કુલ ૩૩૩૪૯૧૨૫ સુધીના સમયગાળા દરમિયાન તોફિકભાઈને ન ચૂકવતાં તેઓએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહિલા સહિત ૬ સામે છેતરપિંડી અને ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.