Western Times News

Gujarati News

મોડાસા : રૂરલ પોલીસને જોઈ મુન્નાભાઈ MBBSની સર્કીટ ઉડી ગઈ, ઇન્જેક્શન સહિતનો જથ્થો ઝડપાયો 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ મુન્નાભાઈ એમબીબીએસ સામે શખ્ત કાર્યવાહી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા દવાખાનાઓ બંધ કરી ઝોલા છાપ ડોકટરો ગાયબ થઇ ગયા છે જો કે હજુ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરોની હાટડીઓ ધમધમી રહી છે મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોકટર તરીકે ક્લિનીક ખોલી લોકોની સારવાર કરતા અનેક ડોકટરો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.

મોડાસા શહેર અને તાલુકામાં બોગસ ડોકટરનો રાફડો ફાટયો છે ત્યારે બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસે કુડોલ ગામમાં ઘરમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઉંટવૈદ્ય યોગેશ નરસિંહભાઇ પટેલ નામના શખ્શની અટકાયત કરી ૧૦ હજાર થી વધુની દવાઓ,ઇન્જેક્શન સહિતનો  મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોટી ઈસરોલ ગામનો યોગેશ નરસિંહભાઇ પટેલ નામનો શખ્સ કુડોલ ગામે ઘર ભાડે રાખી ડોકટર તરીકે એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર તબીબીની પ્રેક્ટીસ કરતા હોવાની બાતમી મોડાસા રૂરલ પીઆઈ એમ.બી.તોમરને મળતા બાતમી આધારે કુડોલ ગામે રેઇડ કરી યોગેશ પટેલને દબોચી લીધો હતો તેમજ બોગસ ડોકટરને ઝડપી પાડી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં આગળના ખંડમાં ઉભા કરાયેલ દવાખાનાની અંદરથી એલોપેથી દવા, મેડીકલના સાધનો, બોટલ સહીત રૂ.૧૦૪૧૬ મુદ્દામાલ કબ્જે લીધો હતો  અત્રે ઉલ્લેખનીય છે કે આવા બોગસ ડોકટર મોડાસા તેમજ તાલુકામાં બિલાડીના ટોપની જેમ એમનું સામ્રાજ્ય જમાવીને બેઠા છે.

અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિદ્રામાં હોઇ તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા રેઇડ પાડી બોગસ ડોકટરને ઝડપી પાડે છે ત્યારે આરોગ્ય વિભાગ પોતાની ફરજ ક્યારે નિભાવશે તે પ્રશ્ન જીલ્લાના પ્રજાજનોમાં  ચર્ચાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારી જીલ્લાના શહેરી  અને ગ્રામ્ય વિસ્તારોમાં તટસ્થ નિષ્પક્ષ તપાસ કરે તો ૫૦૦ થી વધુ બોગસ ડોકટર ઝડપાઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.