Western Times News

Gujarati News

બ્રિટનમાં વેક્સિનેશન છતાં કેસ વધતાં લોકડાઉન લંબાવાશે

Files Photo

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જાેવા મળી રહ્યો હોવાથી બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ છે. મહત્વની વાત એ છે કે, બ્રિટનમાં ઘણા ખરા નાગરિકોને રસી મુકાઈ ગઈ છે .આમ છતા કોરોનાના કેસમાં ઉછાળો જાેવા મળ્યો છે. એ પછી હવે કોરોના વાયરસના નવા કેસના કારણે લોકડાઉન પ્રતિબંધો પણ લંબાવી દેવાયા છે. બ્રિટિશ પીએમ બોરિસ જાેનસન પ્રતિબંધો હટાવવા માટે સોમવારે જાહેરાત કરવાના હતા

પણ હવેપ્રતિબંધ હટાવવા માટે કદાચ વધારે સમય સરકાર લેશે તેવુ લાગી રહ્યુ છે. હજી પણ કોરોનાના કારણે મુકાયેલા પ્રતિબંધ એક મહિનો લંબાવાય તેવુ મનાઈ રહ્યુ છે.જાે આવુ થયુ તો ઈંગ્લેન્ડમાં ૧૯ જૂનને હટનારૂ લોકડાઉન ૧૯ જુલાઈ સુધી લંબાઈ શકે છે. તાજેતરમાં જ બોરિસ જાેનસને કોરોનાના વધતા જતા કેસને લઈને ચેતવણી આપી હતી. જાેકે પીએમ ઓફિસ તરફથી લોકડાઉન લંબાવવા અંગે કોઈ ટિપ્પણી હજી સુધઈ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા ૧.૨૭ લાખ પર પહોંચી ચુકી છે. જાેકે મોતનો આંકડો ઘટી રહયો છે. જેની પાછળ લોકડાઉન અને વેક્સિનેશનને મોટી ભૂમિકા ભજવી છે. આમ છતા કોરોનાના કેસમાં તાજેતરમાં ઉછાળો જાેવા મળ્યા હોવાથી સરકાર ચિંતામાં છે અને હવે બ્રિટનમાં લોકડાઉન લંબાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.