Western Times News

Gujarati News

રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૪૯૦ કેસ જ નોંધાયા

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં કોરોના ફરી એકવાર કાબુમાં આવી રહ્યો છે. સેકન્ડવેવમાં રાજ્યની કમર ભાંગી નાખ્યા બાદ કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો છે.

રાજ્યમાં સાંજે ૨,૯૪,૫૮૩ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર ૯૭.૪૬ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૪૯૦ કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૨૭૮ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી ૭,૯૯,૦૧૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૦૮૬૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૭૨ વેન્ટિલેટર પર છે. ૧૦૫૯૧ દર્દીઓ સ્ટેબલ છે. ૭,૯૯,૦૧૨ દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે કુલ ૬ લોકોનાં મોત જ્યારે કોરોનાને કારણે ગુજરાતમાં કુલ ૯૯૯૧ લોકોનાં મોત નિપજ્યાં છે.

રસીકરણની વાત કરીએ તો ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૬૫૯ને પ્રથમ અને ૩૪૪૫ નાગરિકોને બીજાે ડોઝ અપાયો છે. જ્યારે ૪૫થી વધારે ઉંમરનાં ૪૪૩૦૨ નાગરિકોને પ્રથમ ડોઝ અને ૨૪૯૫૩ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષનાં નાગરિકો પૈકી ૨૦૯૧૭૧ ને પ્રથમ ડોઝ જ્યારે ૧૧૦૫૩ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૬૨, સુરતમાં ૭૪, વડોદરામાં ૪૪, રાજકોટમાં ૨૨ નવા કેસો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.