Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૦ હજાર કેસ

Files Photo

કોરોના સંક્રમિતોનો આંકડો ૨૯૫૧૦૪૧૦ પર પહોંચી ગયો છે, જેમાંથી ૯૭૩૧૫૮ દર્દી હાલ સારવાર હેઠળ

નવી દિલ્હી: નવી દિલ્હીઃ દેશમાં આમ તો કોરોનાની બીજી લહેર કાબૂમાં જાેવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે. આજે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૦ હજાર કેસ નોંધાયા છે. જ્યારે ૩૯૨૧ લોકોના કોરોનાથી મોત થયા છે. ગઈ કાલે એક દિવસમાં ૮૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૩૩૦૩ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૦,૪૨૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૨,૯૫,૧૦,૪૧૦ પર પહોંચી ગયો છે. જેમાંથી ૯,૭૩,૧૫૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

એક દિવસમાં ૧,૧૯,૫૦૧ દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો ૨,૮૧,૬૨,૯૪૭ થયો છે. જાે કે કોરોનાથી થતા મોતનો આંકડો ફરી એકવાર વધ્યો છે જે ચિંતાજનક છે. ૨૪ કલાકમાં ૩૯૨૧ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૩,૭૪,૩૦૫ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૫,૪૮,૪૯,૩૦૧ લોકોનું રસીકરણ કરાયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે ૧૪,૯૨,૧૫૨ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો ૩૭,૯૬,૨૪,૬૨૬ પર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્ય આરોગ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં નવા ૪૫૫ કોરોના કેસ નોંધાયા. જ્યારે ૧૦૬૩ દર્દીઓ રિકવર થયા. કોરોનાથી એક દિવસમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૮,૨૦,૩૨૧ થયો છે. જ્યારે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૮ લાખ ઉપર પહોંચી ગઈ છે. ૯૯૯૭ દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ રાજ્યમાં ૧૦,૨૪૯ એક્ટિવ કેસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.