Western Times News

Gujarati News

સુરતમાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું

પ્રતિકાત્મક

થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ ૫૦૦ રૂ. અપાતા હતા-ઍલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન ઍન્ડ વેલનેસ સ્પા પર પોલીસના દરોડા, ત્રણ સંચાલક સહિત નવ જબ્બે

સુરત,  સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરુ થઈ ગયો છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કયો છે છતાંયે હજુ પણ કેટલાક સ્પામાં લોહીના વ્યાપારનો ધંધો ફુલફ્લેગમાં ચાલી રહ્ના છે. આવા જ ઍક વેસુ વીઆઈપી રોડ ખાતે ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં ગઈકાલે મોડી સાંજે સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફના માણસોઍ દરોડા પાડી તેમના ગોરખધંધાનો પદાફાર્શ કરી ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વિઝિટીંગ વિઝા પર આવીને સુરતના અલગ લાગે વિસ્તરમાં આવેલા સ્પામાં ગેરકાયદેસર શરીર સુખ નો વેપાર કરતા હોવાની માહિતી ને લઈને પોલીસે ગતરોજ દરોડા પાળિયા હતા જેમાં સુરતના વીઆઈપી રોડ ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન ઍન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન દુકાનમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાતું હોવાનું બહાર આવ્યુ હતુ.સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી હતી.
પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી. સ્પાના આડમાં કુટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી જેમાં ઍક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ ઍક હજાર રૂપિયા વસુલતા હતા જેમાંથી ૫૦૦ રૂપિયા સંચાલક પોતે રાખતા અને ૫૦૦ યુવતીને આપતા હતા. પોલીસે સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે જયારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવાના હોવાનુ જાણવા મળે છે.
જાેકે આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આ જ પ્રકારના સભામાં ગોરખ ધંધા ચાલે છે જ્યારે ભૂતકાળમાં પણ પોલીસે દરોડા પાડી પરમીટ પર કામ કરતી આઈ ગયો ને ઝડપી પાડી તેમને તેમના દેશ મોકલવાની કાર્યવાહી પણ કરી હતી ત્યારે ફરી એકવાર પોલીસના જરૂર આને લઈને સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.