Western Times News

Gujarati News

એ સમયે હું સાવ તૂટી ગઇ હતી, આખી રાત રડતી રહેતી : સાનિયા મિઝા

મુંબઇ: જ્યારે કોઇ ખેલાડી સફળતા તરફ હોય અને અચાનક તેના જીવનમાં એવુ કંઇ થાય જેનાથી તેની કારકિર્દી ડામાડોળ થઇ જાય ત્યારે સ્વાભાવિક છે આ સમયે કોઇ પણ ખેલાડી હતાશ કે નિરાશ થઇ જાય છે. કેટલાયે દિગ્ગજ ખેલાડીઓ આ રીતે ડિપ્રેશનનો શિકાર થયા છે.

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ હેરાન કરી દે તેવો ખુલસો કર્યો છે. ૩૪ વર્ષની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા કાંડા પર ઇજા થવાના કારણે ૨૦૦૮માં બીજિંગ ઓલિમ્પિકથી બહાર થઇ ગઇ હતી અને આજ વાતને કારણે ડિપ્રેશનનો શિકાર થઇ હતી. સાનિયા મિર્ઝા ૩થી ૪ મહિના ડિપ્રેશનનો ભોગ રહી.

૬ વખત જેણે યુગલ ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો તે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એક વર્ષ કોટથી દુર હતી આ સમય તેના માટે ખુબજ કપરો હતો. એક ઇંટરવ્યુમાં સાનિયાએ આ અંગે ચુપ્પી તોડી હતી. ટેનિસ સ્ટારે પોતાની વ્યથા છલવતા કહ્યુ હતુ કે હું ખુબજ ડિપ્રેશનમાં હતી. મારી આંખોમાંથી આંસુઓ સુકાતા નહોતા મને સમજ નહોતુ આવતુ કે મારે શુ કરવુ.

સાનિયાએ જણાવ્યુ કે મને યાદ છે કે હુ એક મહિના સુધી જમવા માટે પણ બહાર નહોતી આવી. મને એક સમયે તો એવુ લાગ્યુ કે હવે ફરીથી હું ક્યારેય મેદાન પર રમી નહી શકુ. મારા માટે મારી શરતો પર કામ ન થાય તે જાેવુ ખુબજ અઘરૂ હતુ.

સાનિયાએ કહ્યુ કે ૨૦ વર્ષની ખેલાડી માટે આ ફટકો ખુબ જ મોટો હતો. મારા કાંડાની ઇજા ખુબજ ગંભીર હતી. હુ ધીરે ધીરે તૂટવા લાગી હતી. સાનિયાએ આગળ કહ્યુ પછી મારી સર્જરી થઇ મને ત્યારે વધારે લાગી આવ્યુ જ્યારે મને સતત એ વસ્તુઓ અનુભવવા લાગી કે મે મારા પરિવારને નીચા જાેણુ કર્યુ. મને લાગવા લાગ્યુ કે મારા કારણે મારા દેશનુ નામ ખરાબ થયુ કેમકે હુ ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઇ હતી.

સાનિયાએ કહ્યુ મારા પરિવારે આ કપરા સમયમાં મારી ખુબજ મદદ કરી. ૬-૮ મહિના ટેનિસથી દૂર રહ્યા પછી જ્યારે હુ પરત ફરીતો એ વર્ષે ભારતમાં થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં મે બે પદક જીત્યા. ધીરે ધીરે મારૂ મનોબળ વધ્યુ. સાનિયા મિર્ઝાએ એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એફ્રો એશિયન ગેમ્સમાં કુલ ૧૪ મેડલ જીત્યા. આ સિવાય સાનિયાએ ૬ ગ્રેન્ડ સ્લેમ પોતાને નામ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.