Western Times News

Gujarati News

પ્રણવ મુખર્જીનો પુત્ર કોંગ્રેસ છોડી TMCમાં સામેલ થઇ શકે છે

કોલકતા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ધમાકેદાર જીત બાદ ભાજપના નેતાઓના ટીએમસીમાં સામેલ થવાનો સિલસિલો ચાલ્યો છે પરંતુ નવા ધટનાક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ પણ ટીએમસીમાં સામેલ થવાના માર્ગ પર ચાલે તેવી સંભાવના છે.પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો પુત્ર અભિજીત મુખર્જીના તાજેતરના ટ્‌વીટ્‌સથી પરિવર્તનને લઇ અટકળો શરૂ થઇ ગઇ છે

જાે કે હાલ તો આ વાત તે આ વાતનો ઇન્કાર કરી રહ્યાં છે કે તેમની કોંગ્રેસ છોડી ટીએમસીમાં જવાની કોઇ ઇચ્છે છે.
પૂર્વ સાંસદ અભિજીત મુખર્જીએ એક ટ્‌વીટમાં લખ્યું હતું કે તેમણે હાલ આ બાબમાં કાઇ કહ્યું નથી જાે કે તેમણે આ બાબતમાં સીધી રીતે ઇન્કાર પણ કર્યો નથી કે તે મમતાની પાર્ટી જાેઇન્ટ કરી રહ્યાં છે.જાે કે ટ્‌વીટ હવે ડિલીટ કરી દેવામાં આવ્યું છે. અભિજીત તો કહી રહ્યાં છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે ટીએમસીમાં જવાની અટકળો ખોટી છે.

જાે કે મામલાથી જાેડાયેલ લોકોનું કહેવુ છે કે અભિજીતે ગત અઠવાડીયે ટીએમસી નેતાઓની મુલાકાત કરી હતી આથી અટકળો લાગી રહી છે કે અભિજીતને જંગીપુર વિધાનસભા બેઠક ઓફર કરી શકાય છે.આ બેઠક પર તેમના પિતા અને કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ પ્રણવ મુખર્જી બે વાર ચુંટણી જીત્યા હતાં.

જંગીપુર બેઠક પર આવનાર સમયમાં પેટાચુંટણી થનાર છે અભિજીત ૨૦૧૪માં જંગીપુર સંસદીય બેઠક જીત્યા હતાં પરંતુ ૨૦૧૯માં તેમનો પરાજય થયો હતો. મમતાની ત્રીજીવાર તોજપોશી બાદ બંગાળની રાજનીતિમાં ભૂંકપ આવ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.