Western Times News

Gujarati News

ચિરાગ પાસવાનની એલજેપી અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી

નવી દિલ્હી, લોક જનશક્તિ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મંગળવારે સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પારસના નિવાસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમત્તિથી ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સૂરજભાન સિંહને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને તે નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે ૫ દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક હોલાવે. પાર્ટી પર પોતાનો પ્રભાવ બનાવી રાખવાના પ્રયાસ હેઠળ ચિરાગ પાસવાન સોમવારે જ્યારે દિલ્હીમાં પોતાના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે પહોંચ્યા હતા ત્યારે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા

જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે તેમના રાજીનામાની રજૂઆતની સાથે તેમના માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી. પરંતુ પોતાના કાકાએ તેમને ઘરના ગેટની બહાર ૨૦ મિનિટ સુધી રાહ જાેવડાવી અને ત્યારબાદ આશરે ૧.૩૦ કલાક ત્યાં રહ્યા બાદ પણ કાકા સાથે મુલાકાત થઈ શકી નહીં.

મહત્વનું છે કે પશુપતિ કુમાર પારસને ચિરાગને છોડી પાર્ટીના અન્ય પાંચ સાંસદોનું સમર્થન હાસિલ હોવાને કારણે તેઓ મજબૂત છે. તેઓ પાર્ટી પર કબજાે કરવા માંગે છે. ચિરાગનો પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ હાલ કાકાની સાથે છે. તેવામાં ચિરાગ પાર્ટીમાં એકલા પડી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.