Western Times News

Gujarati News

શહેરમાં સુપ્રર સ્પ્રેડરોને વેક્સિન આપવાની કામગીરી શરૂ

Files Photo

પોલીસ વિભાગના સહકારથી એક જ દિવસમાં ૧૦પ૮ ફેરિયા- પાથરણાવાળાઓને રસી આપી

(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને શહેર પોલીસ દ્વારા આજથી શહેરમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં આવતા વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષાચાલક, લારી, ગલ્લાવાળાઓનું વેક્સિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ પોતાના વાહનમાં આવા તમામ લોકોને વેક્સિન સેન્ટર સુધી જાતે લઈ જઈને રસી અપાવી હતી. શહેરમાં સુપર સ્પ્રેડર્સ એવા લોકોનું રસીકરણ શરૂ કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી રહી છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના તમામ ઝોનમાં સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતા નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે જેમાં શાકભાજીના ફેરિયાઓ, દુકાનદાર, પાથરણાવાળાઓ વગેરેનો સમાવેશ થાય છે. ૧૬ જુને શહેરની સાત સેશન સાઈટ પર ૧૮ થી ૪૪ વય જુથમાં ૯૭૯ અને ૪પ થી વધુ વયના ૭૯ મળી કુલ ૧૦પ૮ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી

તેમા મધ્યઝોનમાં રપ૦, પૂર્વ ઝોનમાં ૧૧૦, ઉત્તર ઝોનમાં ૧૧૧, દક્ષિણ ઝોનમાં રપ૦, પશ્ચિમ ઝોનમાં ૧૯૩, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩ર, અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧ર નાગરિકોને વેકસિન આપવામાં આવી હતી. ફેરિયાઓને વેક્સિનેશન માટે પોલીસ વિભાગ તરફથી સારો સહકાર મળી રહયો છે આગામી બે-ત્રણ દિવસમાં સુપર સ્પ્રેડર વેક્સિનેશનની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે તેમજ જરૂરિયાત લાગશે તો શહેર પોલીસ કમિશ્નર આ માટે ખાસ જાહેરનામું પણ બહાર પાડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.