Western Times News

Gujarati News

ભાજપના અગ્રણીના પુત્રની આત્મહત્યામાં છ સામે ગુનો

જૂનાગઢ: ભેસાણના ભાજપના અગ્રણી કરશનભાઈ ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયા ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પોતાના બાંધકામ વ્યવસાયના ભાગીદારો તેમજ સરકારી અધિકારીએ કરોડો રૂપિયાનો ગોટાળો કરતા આત્મહત્યા કર્યાનો સુસાઇટ નોટમાં ઉલ્લેખ કરી

ધવલે પોતાના ઘરે જ ઝેરી દવા પી લઇને આત્મહત્યા કરતા પરિવારજનો શોકાતુર બન્યા છે. અહીં એ નોંધવું રહ્યું કે આપઘાત કરનાર ધવલના પિતાએ પણ બે મહિના પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે, તેમને બચાવી લેવાયા હતા. જ્યારે ધવલની પત્નીએ નિવેદન આપ્યું છે કે,

તેણીની હાજરીમાં ધવલના ભાગીદારો તેમને ધમકાવતા હતા. ધવલ એવું કહેતો હતો કે આપણે ત્રણેયએ આપઘાત કરી લેવો છે. ઉલ્લેખનીય છે કે ધવલને પાંચ મહિનાની નાની દીકરી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં રહેતા ભાજપના આગેવાન કરશનભાઈ ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયાએ રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનું રોકાણ કરી બાંધકામ સાઈટ શરુ કરી હતી.

જેમાં રૂડાના અધિકારી કમલેશ ગોંડલીયા સહિત મૃતકના ભાગીદારો પીયુષ પાનસુરીયા, સંદીપ ગમઢા, કુમન વરસાણી, સંજય સાકરિયા અને મયુર દ્વારા પાંચ કરોડના હિસાબોનો ગોટાળો ધ્યાને આવતા મૃતકે હિસાબની માંગણી કરી હતી. જે બાદમાં બધા ભાગીદારોએ હાથ ઊંચા કરી દીધા હતા

આ કામમાં રૂડાના અધિકાળામલેશ ગોંડલીયાએ મૃતક ધવલ સામે કરોડો રૂપિયાની રિકવરી કાઢતા ધવલ ભાંગી પડ્યો હતો અને આત્મહત્યા કરી હતી. બે મહિના પહેલા મૃતકના પિતાજીએ પણ આ લોકોના ત્રાસથી કૂવામાં પડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ બચી ગયા હતા. જે તે સમયે આ છ ઈસમો સહિત ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ થઇ હતી. મૃતકના પિતાએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે મારો પુત્ર આપઘાત કરી લેશે. જાેકે, પોલીસે આ અંગે કોઈ નક્કર કામગીરી ન કરતા એક પિતાએ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.

પોલીસે સુસાઇડ નોટના આધારે આ કેસમાં રૂડાના અધિકારી સહીત છ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, ધવલ જ્યારે ભેસાણ આવતો ત્યારે મને કહેતો કે આવડા મોટા રૂપિયા હું ક્યાંથી લાવીશ? મારી રૂબરૂમાં તેના ભાગીદારોના ફોન આવતા અને તેને ધમકાવતા હતા.

આ બાંધકામ માટે મારી સાસુ, જેઠાણી અને મારા ઘરેણા વેચી બાંધકામમાં પૈસા રોક્યા હતા. પીન્ટુ પાનસુરીયા અને સંદીપ ગમઢા મુખ્ય સૂત્રધાર છે. ધવલ મને કહેતો કે આપણે ત્રણેયએ આપઘાત કરવાનો છે, પણ અમને કંઈ ખબર પડે તે પહેલા તેણે ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે.

પોલીસે સુસાઇડ નોટને આધારે રૂડા અધિકારી સહિત છ લોકો સામે મૃતકને મારવા મજબૂર કર્યાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક ધવલ અને તેના ભાગીદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટ શરુ કરી હતી. જેમાં સરકારી નિયમ મુજબ ૧૩ બિલના પૈસા આવી ગયા હતા.

પણ ૧૪મા બિલમાં ગેરરીતિ લાગતા ધવલે ભાગીદારી છૂટી કરી હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયા ગોટાળો સામે આવ્યો હતો. બીજી તરફ જેની પાસેથી માલ લીધો હતો તે પઠાણી ઉઘરાણી કરતા હતા.

આ ઉપરાંત રૂડાના અધિકારીએ પણ ચાર કરોડ ૭૫ લાખની રિકવરી કાઢતા ધવલ આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો. આ રીતે ભાગીદારોએ સરકારી અધિકારીનો સહારો લઇ પોતાના ભાગીદાર સાથે કરોડો રૂપિયાનો ગોટાળો કરતા એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. સરકારી બાબુઓ આવા ગોટાળા કરતા અચકાતા નથી

ત્યારે જાે પોલીસ તપાસમાં સત્ય બહાર આવે અને સરકારી બાબુ સહિતને આકરી સજા થાય તો આવા બનવો બનતા અટકે. ધવલ ડોબરીયાના રૂમમાંથી મળી આવેલી સુસાઇટ નોટમાં લખાયું છે કે, “હું દવા પીને આપઘાત કરું છું. તેની પાછળ કારણ રાજકોટ રૂડામાં આવાસનું કામ ચલાતું હતું. તેમાં મારા પૈસા મારા ભાગીદાર ખાઈ ગયા તેની પાછળ આજે હું આપઘાત કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.