Western Times News

Gujarati News

ઢાકા પ્રીમિયર લીગ ૨૦૨૧માં ચાલુ મેચમાં ખેલાડીએ ફીલ્ડરને ઈંટ મારી

Files Photo

ઢાકા: ક્રિકેટ જગતથી છેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે આ જેન્ટલમેન રમતની શાખને ઝટકો આપ્યો છેે. તાજેતરમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઢાકા પ્રીમિયર લીગ ૨૦૨૧ માં બીજાે નવો વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને એમ્પાયર સાથે ગેરવર્તણૂક કર્યું હતું. તેણે સ્ટમ્પને ઉખાડીને ફેંકી દીધુ હતુ, ત્યારબાદ તેના પર ત્રણ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં કંઈક એવું બન્યું છે જેણે બધાને આશ્ચર્યમાં મુક્યા છે.

આપને જણાવી દઇએ કે, ક્રિકેટને જેન્ટલમેન રમત કહેવામાં આવે છે. પરંતુ હવે આ રમતમાં હિંસાનો ઉપયોગ વધી ગયો છે. આ વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સબ્બીર રહેમાન ચર્ચામાં આવ્યો છે, જે અગાઉ પણ ઘણા વિવાદોમાં રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ઢાકા પ્રીમિયર લીગ ૨૦૨૧ ની એક મેચમાં ડીઓએચએસ સ્પોર્ટ્‌સ ક્લબ અને શેઠ જમાલ ઘનમંડી ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. મેદાનની બહાર હોવા છતાં, બાંગ્લાદેશ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા સબ્બીર રહેમાને મેદાન પર કંઈક એવું કર્યું હતું, જે આજ સુધી કોઇએ જાેયું નહી હોય.

રહેમાન મેચનો ભાગ ન હતો છતાં તેણે અહેવાલ મુજબ શેઠ જમાલનાં સ્પિનર ઇલિયાસ સન્ની પર તે સમયે ઈંટ ફેંકી જ્યારે તે ડીપ સ્કાયર લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. એટલું જ નહીં, આ પછી તેણે સની પર વંશિય ટિપ્પણી કરી, અપશબ્દોનો ઉગ્ર ઉપયોગ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી જાતિવાદને લઇને ક્રિકેટ જગતમાં વિવાદ અને ધાંધલ-ધમાલ ચાલી રહી હોવા છતાં, ક્રિકેટરો તેને ગંભીરતાથી લેતા ન હોય તેવુ લાગી રહ્યુ છે.

ઢાકા પ્રીમિયર લીગ ૨૦૨૧ નાં અંત પછી, શેખ જમાલે ઢાકા મેટ્રોપોલીસ (સીસીડીએમ) ની ક્રિકેટ સમિતિને એક પત્ર લખીને રહેમાન અંગે ફરિયાદ કરી અને સબ્બીરને સજાની માંગ કરી છે. આ પત્રમાં તેમના પર જાતિવાદી ગાળો આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સબ્બીર રહેમાને બાંગ્લાદેશ તરફથી ૬૬ વનડે, ૧૧ ટેસ્ટ મેચ અને ૪૪ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે ભૂતકાળમાં પણ વિવાદોમાં ફસાયો હતો. નવેમ્બર, ૨૦૧૬ માં, મેદાનની બહારનાં ઘણા નિયમો તોડવા બદલ તેને મેચ ફી નાં ૩૦ ટકા દંડ ફટકાર્યો હતો. આ સિવાય જાન્યુઆરી ૨૦૧૮ માં સબ્બીર રહેમાને મેચ દરમ્યાન મારા મારી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.