Western Times News

Gujarati News

ત્રીજીવાર પ્રેગ્નેન્ટ લિઝા હેડનનું બેબી શાવર યોજાયું

મુંબઈ: એક્ટ્રેસ લિઝા હેડને પોતાનો ૩૫મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. લિઝા હેડન માટે આ બર્થ ડે થોડો વધારે યાદગાર છે કારણકે તે ત્રીજીવાર મા બનવા જઈ રહી છે. બર્થ ડે પહેલા તેના માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. લિઝાની ગર્લ ગેંગે તેના માટે આ બેબી શાવર યોજ્યું હતું. આ પાર્ટીની થીમ વ્હાઈટ હતી. લિઝા પફ્ડ સીલ્ઝના વ્હાઈટ ડ્રેસ અને માથામાં ફ્લોરલ ટિયારા સાથે ખૂબ જ સુંદર લાગતી હતી. લિઝાએ ઈન્સ્ટાગ્રામ પર બેબી શાવરની તસવીરો શેર કરતાં લખ્યું,

“સૌથી ખાસ દિવસોમાંથી એક પાંચ મિત્રોએ બેબી ગર્લના સ્વાગત માટે બેબી શાવરનું આયોજન કર્યું છે. મેં તેમને પાર્ટી માટે સંદર્ભ આપતા કેટલાક ફોટોગ્રાફ્સ આપ્યા હતા (હું જરાપણ કંટ્રોલ નથી કરતી) પરંતુ આ ડેકોરેશન તેનાથી પણ વિશેષ છે. સાચી મિત્રતા, બેબી શાવરનું સપનું સાકાર થયું છે. બેબી ગર્લ તને સૌ ખૂબ પ્રેમ કરે છે. રોઝી ડેકોરની ઝલક બતાવતી વધુ કેટલીક તસવીરો લિઝાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

બેબી શાવર માટે સ્વાદિષ્ટ ચોકલેટ કેક અને મિનિ પેવલોવા (એક પ્રકારની મીઠાઈ) લાવવામાં આવ્યા હતા. ચોકલેટ કેક લિઝાની ફેવરિટ છે અને વાતની સાબિતી કેક પાછળ મૂકેલી સ્લેટ પરથી મળે છે. એક તસવીરમાં લિઝા પોતાની બહેનપણીઓ સાથે ટોસ્ટ કરતી જાેવા મળે છે. જાેકે, એક્ટ્રેસે ચોખવટ કરી હતી કે તેણે વાઈન પીધી નહોતી. લિઝાએ લખ્યું, ડિસ્ક્લેમરઃ આ ફોટો ક્લિક કરતી વખતે મેં વાઈન નહોતી પીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.