Western Times News

Gujarati News

વેક્સિનેશન વધારવા સરકારના અથાગ પ્રયત્નો

Files Photo

કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના ૭પથી ૮૦ ટકા લોકોમાં એન્ટિબોડી બનવી જરૂરી છે

વેક્સિનેશન દ્વારા આ ટાર્ગેટ ટૂંક સમયમાં હાંસલ થશે ઃ ગ્રામિણ વિસ્તારોમાં રસીકરણનો વ્યાપ વધે તે જરૂરી

ગુજરાત સહિત દેશભરમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સ્થાનિક સરકારો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે દેશભરમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે પરંતુ તેનાથી હાશકારો અનુભવવાની જરૂર નથી. વૈજ્ઞાનિકો ત્રીજી લહેર માટે ચેતવી રહયા છે. કોરોનામાં રસી લેવી ખુબ જ જરૂરી છે રસી લેનાર વ્યક્તિ કોરોના સામે મજબુતાઈથી લડી શકે છે તેથી રસીકરણ વધારવા માટે સરકાર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ શરૂ કરાયા છે આ પરિસ્થિતિ વચ્ચે પણ દેશના કેટલાક રાજયોમાં ગ્રામીણ વિસ્તારોમાં રસી અંગે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે

પરિણામ સ્વરૂપે વેક્સિનેશનને વેગ મળતો નથી અને મહામુલી રસીનો વેડફાટ પણ થઈ રહયો છે રસી બગડે નહી તે માટે પણ સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારના આ પ્રયાસોમાં આપણે સ્વૈચ્છિક રીતે જાેડાઈને રસી લઈએ તે ખુબ જ જરૂરી બન્યું છે આ ઉપરાંત મહિલાઓ પણ રસી લેવામાં ઉત્સાહિત જણાતી નથી તેથી રસીકરણના આંકડા ચોંકાવનારા બહાર આવી રહયા છે. સરકારે તમામ નાગરિકોને પહેલો ડોઝ મળે તે માટે થઈ બીજાે ડોઝ લેવા માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે પરંતુ આ તમામ પ્રયાસો છતાં મંઝીલ હજુ દુર હોય તેવું લાગી રહયું છે.

દેશભરમાં રસીકરણની ઝુંબેશ વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની દહેશતથી નાગરિકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે. બીજી લહેરમાં અનેક રાજયોમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી હોસ્પિટલોની બહાર કોરોનાના દર્દીઓની લાઈનો જાેવા મળતી હતી આ ઉપરાંત ઓક્સિજનની પણ અછતના કારણે સંખ્યાબંધ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે આ મુદ્દે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો સરકાર પ્રારંભથી જ રસી લેવા માટે નાગરિકોને સમજાવી રહી છે. બીજા તબક્કામાં કોરોનાની સ્થિતિને જાેતા કેટલાક નાગરિકો ફફડી ઉઠયા છે અને રસી લેવા માટે દોડી ગયા છે પરંતુ ત્રીજી લહેર પહેલા મોટાભાગના નાગરિકોને રસીનો પહેલો ડોઝ મળી જાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે સાથે સાથે બે રસીના ડોઝ વચ્ચેની સમય મર્યાદા ઘટાડવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.

જીવલેણ કોરોના વાઈરસ સામેની કપરી લડાઈમાં દુનિયાભરની આશા ફક્ત વેક્સિન પર જ ટકેલી છે. ટોચના વૈજ્ઞાનિકો પણ માને છે કે, કોઈ પણદેશની ૭પ થી ૮૦ ટકા વર્તીને વેક્સિન આપ્યા વગર કોરોના મહામારીને હરાવવી અશક્ય છે અને આથી જ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો હાલ વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા પાછળ લાગેલા છે.

એક અંદાજ પ્રમાણે, ભારતમાં કોરોના વેક્સિનના દરરોજ સરેરાશ લગભગ ર૯ લાખ ડોઝ આપવામાં આવી રહ્યાં છે અને અત્યા રસુધીમાં ર૪ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. ઝડપથી હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે માસ વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.ફ જાે કે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે જાે વેક્સિનેશનની આવી જ ગતિ રહેશે તો પણદેશમાં હર્ડ ઈમ્યુનિટી આવતાં દોઢ વર્ષ લાગી જશે.

બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેક્ટરના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, ૧૦ જૂન સુધીમાં દુનિયાના ૧૭૮ દેશમાં ર૧૯ કરોડ ડોઝ આપી દેવાયા હતા. હાલ દુનિયામાં રોજ અંદાજે ૩.પ૪ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે એવું ચીન પ્રતિદિન ૧.૮૯ કરોડ લોકોને વેક્સિન આપીને ટોચ પર છે. વેક્સિનેશનની સાત દિવસની ડેઈલી એવરેજનો આ એક અનોખો રેકોર્ડ પણ છે. ચીન પોતાના નાગરિકોને અત્યાર સુધીમાં ૮૦ કરોડથી વધુ ડોઝ લગાવી ચુક્યું છે. ચીનના આ આંકડાઓ પર દુનિયામાં કોઈ વિશ્વાસ કરતું નથી એ વાત જાે કે અલગ છે. ચીન કોરોના પોઝિટિવ કેસનો અસલી ડેટા ક્યારેય શેર કરતું નથી. આ બાબતમાં ભારત બીજા ક્રમે છે.

ભારતમાં વેક્સિનેશનની સાત દિવસની ડેઈલી એવરેજ પ્રમાણે રોજ લગભગ ર૯.ર૬ લાખ લોકોને વેક્સિન અપાય છે.
વેક્સિનેશન અભિયાનમાં જૂન મહિનામાં જાેરદાર ઝડપ જાેવા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે અત્યારે પણ દેશની ફક્ત ૧પ ટકા વસતીને જ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ વિદેશી વેક્સિન માટે ભારતમાં ટ્રાયલની શરત દૂર કરી દીધી છે.

આ નિર્ણયથી વેક્સિનેશનની ઝડપ હજુ પણ વધે તેવી આશા છે. બીજી તરફ સરકારનો દાવો છે કે દેશમાં ડિસેમ્બર સુધીમાં ર૧૬ કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થશે. આ દરમિયાન દેશના લોકોની પાસે આઠ રસીનો વિકલ્પ હશે. અત્યારે માત્ર કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશિયાની સ્પુતનિક-વી વેક્સિન જ દેશમાં ઉપલબ્ધ છે.

દેશના ટોચના વૈજ્ઞાનિકો માને છે કે, કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના ૭પ થી ૮૦ ટકા લોકોમાં એન્ટિબોડી બનાવી જરૂરી છે. વેક્સિનેશન દ્વારા આ ટાર્ગેટ ટૂંક સમયમાં હાંસલ થશે તેવું પણ વૈજ્ઞાનિકો માને છે.
નિષ્ણાંતો દાવો કરે છે કે, હાલની ઝડપથી ભારતને ૭પ ટકા લોકોના વેક્સિનેશન સુધી પહોંચવામાં હજુ ર૦ મહિના લાગી જશે, જ્યારે સરકારનો ટાર્ગેટ ડિસેમ્બર સુધીમાં આ લક્ષ્યાંક સુધી પહોંચવાનો છે.

ભારત સરકારે જુલાઈ-ઓગસ્ટમાં એક કરોડ ડોઝ પ્રતિદિન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. સરકારને ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં ર૧૦ કરોડ ડોઝ મળી જશે એવી આશા રાખવામાં આવે છે કે ડિસેમ્બર સુધીમાં આપણે દેશની ૭પ ટકાથી વધુ વસતીને વેક્સિનેટ કરીને હર્ડ ઈમ્યુનિટી મેળવી લઈશું.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર સામે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે કોરોના વોરીયર્સ સાથે પણ મીટીંગ કરી અને જરૂરી નિર્ણયો લીધા છે ત્રીજી લહેરમાં બીજી લહેર જેવી ભુલો ન થાય તે જાેવા તમામ રાજય સરકારોને પણ તાકિદ કરવામાં આવી છે. ગુજરાત સહિતના રાજયોમાં તૈયારીઓ પુરજાેશમાં કરી દેવામાં આવતા જ ભુલોનું પુનરાવર્તન નહી થાય તેવુ નાગરિકો માની રહયા છે પરંતુ ત્રીજી લહેરમાં બચવું હોય તો રસી લેવી ખૂબ જ જરૂરી છે તેવું વૈજ્ઞાનિકો જણાવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.