Western Times News

Gujarati News

કઠોળમાં સરકાર અને હોલસેલરો વચ્ચેના જંગમાં રિટેલરોની ભૂમિકા

રીટેલરોની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે બહુ મોટો ગાળો છે, જેના ઉપર સરકારે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે

જ્યારે તમે બીમારીને સમજી ન શકો ત્યારે તકલીફ વધારે સહન કરવી પડે છે. ડોક્ટરો પણ દર્દનું ઓસડ આપવાના બદલે અખતરા કરે ત્યારે ભારે ખુંવારી થતી હોય છે. કોવિડ-૧૯નો દાખલો આપણી નજર સામે છે. શું દેશમાં કઠોળના સપ્લાયની બાબતમાં આવું તો નહીં થાય ને ?

કારણ કે તાજેતરમાં સ્ટોક રજીસ્ટર રાખવાના સરકારી આદેશથી વેપારીઓ નારાજ છે. સરકારના આ આદેશ બાદ વેપારી આલમ અને સરકાર વચ્ચે જાણે આંકડાકીય યુધ્ધ શરૂ થયું છે. ઔદ્યોગિક સંગઠનોનો દાવો છે કે સરકારની વેબસાઈટ પ્રમાણે ર૦ર૦-ર૧માં તુવેરનું ઉત્પાદન સાત લાખ ટન ઘટવાનું અનુમાન છે જ્યારે અડદરનું ઉત્પાદન પ.ર૦ લાખ ટન ઘટવાની શક્યતા છે. એકંદરે ખરીફ ઉત્પાદન ર૧.ર૦ લાખ ટન સુઘી ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

જ્યારે વેચારી આલમ કહે છે કે ઔદ્યોગિક વર્તુળોએ કરાવેલા સર્વમાં તુવેરનું ઉત્પાદન ર૯ લાખ ટન, અડદનું ઉત્પાદન ર૦.૬૦ લાખ ટન, મગનું ર૦ લાખ ટન, ચણાનું ૯૦ લાખ ટન તથા મસુરનું ૯.પ લાખ ટન ઉત્પાદન થવાની ધારણા મૂકાઈ છે. હવે જાે મહામારીના સમયગાળામાં પરિવહનની સમસ્યા રહે તો આગામી તહેવારો સુધી તથા નવા માલ આવે ત્યાં સુધી પુરવઠાની ખેંચ રહેશે જ.

હોલસેલ વેપારીઓ અને મિલરોના દાવા પ્રમાણે હાલમાં હોલસેલ બજારના ભાવ રિટેલના ભાવ વચ્ચે કિલો દીઠ સરેરાશ પ૦ રૂપિયાનો ભાવ તફાવત છે. તુવેર દાળનો સરેરાશ હોલસેલ ભાવ કિલો દિઠ ૯પ રૂપિયા, અડદ દાળનો સરેરાશ ભાવ ૧૧૦ રૂપિયા, મગદાળનો ભાવ ૯ર રૂપિયા જેટલો છે. સામાપક્ષે રીટેલમાં તુવેરદાળ ૧૩૦ રૂપિયે , અડદ દાળ ૧૬૦ રૂપિયે તથા મગદાળ ૧૧પ રૂપિયાના ભાવે વેચાય છે.

મતલબ કે હોલસેલ વાળા તથા મિલરોનો દાવો છે કે રિટેલરોની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે બહુ મોટો ગાળો છે. જેના ઉપર સરકારે ટેકાના ભાવ વધારીને પ૧૦૦ રૂપિયા કર્યા છે. જે સંકેત આપે છે કે સરકાર ખેડૂતોનો માલ પ૧૦ૅ૦ રૂપિયાના ભાવ સુધી ખરીદવા માંગે છે.

બીજી તરફ સરકારે ત્રીજા એડવાન્સ એસ્ટિમેન્ટમાં ચણાનું ઉત્પાદન અગાઉના ૧૧૧ લાખ ટનના અંદાજ કરતાં વધારીને ૧ર૬ લાખ ટન સુધી જવાનો દાવો કર્યો છે. તો વેપારીઓ આ આંકડો માંડ ૯૦ થી ૯પ લાખ ટનની વચ્ચેનો મોટો તફાવત ભાવની અફરાતફરીમાં બહુ મોટી ભૂમિકા ભજવશે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ચણાની નિકાસ છેલ્લા ત્રણેક મહિનાથી માસિક સરેરાશ ૧,૭૮,૯પ૧ ટનવાળી ઘટીને ૮૧,ર૦૦ ટન રહીગઈ છે.

મતલબ કે વૈશ્વિક બજારમાં ચણાના પુરવઠામાં ઘટાડો છે. રશિયાના ચણાની નિકાસના આંકડા પણ ૪૦ ટકાનો ઘટાડો દેખાડે છે. જાેકે છેલ્લા એક મહિનાના ચણાના વાયદા અને હાજરના ભાવ દેખાડે છે કે ઉંચામાં પપ૦૦ રૂપિયાના ભાવ અને નીચામાં પ૧૭પ રૂપિયા સુધીની રેન્જમાં રહ્યાં છે. હાજર બજારોમાં ભાવ ટેકાના ભાવની આસપાસ રહે તો ખોટું શું છે.

વળી સરકારી એજન્સી નાફેડ હાલમાં દેશ ભરમાં ટેકાનાભાવે ચણા ખરીદે જ છે. આંકડા જાેઈએ તોસરકારે આ વખતે ચણામની સરકારી ખરીદી પપ ટકા જેટલી વધારીને સ્ટોક ૩ર.પ૦ લાખ ટન સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખ્યું હોય તો બજારમાંથી માલ તો ઉપડવાનો જ છે. નાફેડે બિહારમાં ૧૪૩પ૦ ટન ચણા અને મહારાષ્ટ્રમાંથી ૬૧,૦૦૦ ટન ચણા ખરીદ્યા હોવાના અહેવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.