Western Times News

Gujarati News

સરખેજ-ગાંધીનગરને જોડતાં બે બ્રિજો ખુલ્લા મૂકવામાં આવતા વાહનચાલકોને રાહત થશે

બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહ ત્રણ બ્રિજનું ઉદ્ઘાટન-કોલવડામાં રસીકરણ કામગીરી નિહાળશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રીના બે દિવસીય પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી છે ત્યારે અમિત શાહની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ સૂચક માનવામાં આવી રહી છે.

સોમવારે અમિત શાહ સવારે દસ વાગે વૈષ્ણોદેવી ફ્લાયઓવરનું ઉદઘાટન કર્યુ હતું, ત્યાર બાદ ખોડિયાર કન્ટેનર ડેપો ફલાય ઓવરને પણ ખુલ્લો મૂકશે.  પાનસર-છત્રાલ પર નવનિર્મિત રેલ્વે બ્રિજનું ય અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાશે. આમ, સરખેજ-ગાંધીનગરને જોડતાં બે બ્રિજો ખુલ્લા મૂકવામાં આવતા વાહનચાલકોને ઘણી રાહત થશે અને ટ્રાફિક પણ હળવો થશે.

કલોલમાં એપીએમસીના નવા બિલ્ડીંગનું અમિત શાહ ઉદઘાટન કર્યુ હતું. કલોલ APMCના ચેરમેન નવીન પટેલના પૌત્ર વીજ પટેલને અમિત શાહે સાથે ફોટો પડાવાની ઈચ્છા હતી જે પુરી થઈ.

ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી  કોલવડામાં પે સેન્ટર સ્કુલ  અને રૂપાલ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં રસીકરણની કામગીરીને નિહાળશે. આ તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમિત અમિતભાઈ શાહ રૂપાલમાં શક્તિપીઠ વરદાયિની માતાજીના મંદિરના દર્શનાર્થે પણ જશે.

અમિત શાહે મંગળવારે સવારે દસ વાગે  કલોલના પંચવટી સીનિયર સિટીઝન પાર્કની સામે અને ગાંધીનગરમાં વસંત કુવરબા સ્કુલની સામે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી -સંગઠનલક્ષી માર્ગદર્શન આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.