Western Times News

Gujarati News

સ્માર્ટ સિટીમાં પહેલા વરસાદમાં જ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા : અખિલેશ યાદવ

લખનૌ: વારાસણીમાં પહેલા વરસાદ બાદ માર્ગો અને ચાર રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં.જેને કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. સ્માર્ટ સિટીની પોલ ખોલતી એક વીડિયોને સંકટ મોચન મંદિરના મહંતે ટ્‌વીટ કર્યું છે જેને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના સત્તાવાર ટિ્‌વટર હૈંડલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીની આ વીડયો શેર કરી કટાક્ષ કર્યો છે કે આ છે વારાણસીનો ધરતીફાડ વિકાસ હકીકતમાં સંકટ મોચન મંદિરના મંહતે એક વીડિયો શેર કરી લખ્યું હતું કે થોડો વરસાદ શું થયો સ્માર્ટ સિટિની પોલ ખુલી દઇ દશાશ્વેરમેધ ઘાટ પર સીવેજ અંતે ગંગાજીમં જઇ રહ્યું છે આ શહેરને કોસ્મેટિક સજાવટની જરૂર નથી જુના સીવેજ સિસ્ટમની પહેલા મરામત અને ત્યારબાદ નિયોજિત વિકાસની જરૂરત છે આ શહેરને ગમે ત્યારે સજાવવામં આવશે મહંતની આ વીડિયોને સપાના પ્રમુખ અખિલેશ યાદવે સંયુકત કરી છે.

આ વીડિયોને સંયુકત કર્યા બાદ લોકોએ તેમની ટ્‌વીટ પર રિપ્લાઇ આપવાનું શરૂ કર્યું એક યુજર ભાવીને લખ્યું કે ભૈયા તેમણે ઘરતી તો ધરતી આસમાન ફાડી વિકાસ કર્યો છે.ત્યારે તો આસમાનથી પડેલ પાણી ઘરતીને કારની અંદર સમાઇ જશે પવન ગુર્જર નામના યુજરે ભાજપને વિનાશવાળી પાર્ટી બતાવતા લખ્યું કે જનતા બધુ જાણે છે આ વિકાસ વાળી નહીં વિનાશવાળી પાર્ટી છે. જયારે એક યુઝરે માર્ગ પર ભરેલ પાણીની તસવીર સંયુકત કરતા લખ્યું કે વિકાસ માર્ગ પર વહી રહ્યો છે.

અન્ય એકે વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે ચુંટણી પુત્ર કયાં છે તુમ્હારા કયોં તો તુમ્હે બુલા રહા હૈ. જયારે એક યુઝરે કેન્દ્ર સરકારની મજા લેતા લખ્યું કે મુસ્કુરાઇએ એ હમારા ભારત કી સ્માર્ટ સિટીનો નજારો છે હવે કેટલાક દેશદ્રોહી તેને કયોટો બતાવશે અને કેટલાક અભણ સ્વિટઝરલેન્ડનો પુલ,આ તમારા જમીનાની ફોટો છે હવે તે કયોટો બની ચુકયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.