Western Times News

Gujarati News

ચન્દ્ર પર ઉતરતી વેળા છેલ્લા ૧૪ મિનિટ દિલધડક રહેશે

બેંગલોર : સ્પેસ સાઇન્સની દુનિયામાં ભારત એક ઐતિહાસિક સફળતા હાંસલ કરવાની દિશામાં છે. હવે ભારત માત્ર એક પગલા દુર તરીકે છે. ભારતના મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચન્દ્રયાન-૨ના ચન્દ્ર પર પગલુ મુકતાની સાથે જ ભારત એક નવી સિદ્ધી હાંસલ કરી લેશે.

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ચન્દ્રયાન આજે ચન્દ્ર પર ઉતરશે. સમગ્ર ભારતની સાથે દુનિયાની નજર પણ તેના પર કેન્દ્રિત છે. શુક્રવારે આજે અડદી રાત પછી ચન્દ્રયાન-૨ના લેન્ડજર વિક્રમ ચન્દ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યા બાદ ભારત દુનિયામાં આ સિદ્ધી હાંસલ કરનાર ચોથા દેશ તરીકે રહેશે.

૧-૩૦તી લઇને ૨-૩૦ વચ્ચે લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. ૨૨મી જુલાઇના દિવસે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. લોન્ચિંગ બાદ ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના સૌથી મોટા મિશનની શરૂઆત થઇ ગઇ હતી. એક પછી એક પડકાર સફળ રીતે પાર પાડવામાં આવ્યા હતા.


ચંદ્રયાન-૨ શ્રીહરિકોટાના લોંચ સ્થળથી ચંદ્ર સુધીની ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળી ગયા બાદ ભારતની સાથે સાથે વિશ્વભરમાં ઇસરોએ પોતાનો ડંકો વધાર્યો હતો. ૧૩૦ કરોડ ભારતીયો લોંચની સાથે જ ગર્વથી અને ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

લોન્ચિંગ બાદ ચંદ્રયાન માત્ર ૧૬ મિનિટ બાદ જ પૃથ્વીની સપાટીમાં સ્થાપિત થઇ ગયું હતું. આશરે ૫૦ દિવસ બાદ એટલે કે ૬ઠ્ઠીથી ૮મી સપ્ટેમ્બર વચ્ચે ચંદ્રયાન ચંદ્ર પર ઉતરાણ કરનાર છે. ચંદ્રયાન-૨ને ભારતના સૌથી શક્તિશાળી રોકેટ જીએસએલવી માર્ક-૩થી લોંચ કરવામાં સફળતા મળી હતી. લોન્ચિંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની સપાટીમાં પહોંચી ગયું હતું.

લોન્ચિંગ બાદ ૧૬ દિવસ સુધી પૃથ્વીની ચારેબાજુ ફર્યા બાદ ચંદ્રની તરફ આગળ વધી ગયા બાદ ઉત્સુકતા વધારી દીધી હતી. આ ગાળા દરમિયાન ચંદ્રયાનની મહત્તમ ગતિ ૧૦ કિલોમીટર પ્રતિસેકન્ડ અને લઘુત્તમ ગતિ ત્રણ કિલોમીટર પ્રતિસેકન્ડ નોંધાઇ હતી. જમીનથી ચંદ્રમા વચ્ચે સપાટી આશરે ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરની છે.

લોન્ચિંગ બાદ ચંદ્ર માટે લાંબી યાત્રા શરૂ થઇ હતી. ચંદ્રયાન-૨માં રહેલા લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે. ચંદ્રની સપાટી ઉપર ઉતરી ગયાના ચાર દિવસ પહેલા વિક્રમ ઉતરનાર જગ્યા પર પહેલા ચકાસણી કરશે. લેન્ડર યાનથી ડીબુસ્ટ થશે. વિક્રમ સપાટીની નજીક પહોંચશે. ઉતરનારની જગ્યાને સ્કેન કરવાની શરૂઆત કરશે. આ પ્રક્રિયા સફળરીતે પૂર્ણ થયા બાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમના દરવાજા ખુલી જશે અને રોવર (પ્રજ્ઞાન)ને છોડી દેવામાં આવશે.

રોવરને બહાર નિકળવામાં આશરે ચાર કલાકનો સમય લાગશે. ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળી જશે. આના ૧૫ મિનિટની અંદરથી જ ઇસરો લેન્ડિંગના ફોટાઓ મળવાની શરૂઆત થશે. સ્વદેશી ટેકનિકથી નિર્મિત ચંદ્રયાન-૨માં કુલ ૧૩ પેલોડ છે. આઠ ઓર્બિટરમાં ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવર પ્રજ્ઞાન છે.

પાંચ પેલોડ ભારતના, ત્રણ યુરોપના, બે અમેરિકાના અને એક બલ્ગારિયાના પેલોડ રહેલા છે. લેન્ડર વિક્રમનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ જનક ડો. વિક્રમ સારાભાઇના નામ પર છે. બીજી બાજુ ૨૭ કિલોગ્રામ વજન ધરાવતા પ્રજ્ઞાનનો મતલબ સંસ્કૃત ભાષામાં બુદ્ધિમાન થાય છે. ઇસરો ચંદ્રયાન-૨ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.