Western Times News

Gujarati News

ઉદયપુરના સ્માર્ટ વિલેજમાં સમૂહ લગ્ન સમારોહમાં 52 દિવ્યાંગ યુગલો લગ્ન સૂત્રથી બંધાશે

– છેલ્લા 19 વર્ષમાં નારાયણ સેવા સંસ્થાને દિવ્યાંગ અને અભાવગ્રસ્ત યુગલો માટે 32 જેટલા સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરેલું છે.

– સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન કરી ચુકેલા 1500 કરતાં વધારે દંપતી સફળતાપૂર્વક સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી ગયેલા છે.

 ઉદયપુર,  દિવ્યાંગો માટે કાર્યરત સેવાભાવી સંસ્થા નારાયણ સેવા સંસ્થાન આગામી 7-8 સપ્ટેમ્બર, 2019 ના રોજ ઉદયપુરના સ્માર્ટ વિલેજમાં દિવ્યાંગો માટે એક સમૂહ લગ્ન સમારોહની યજમાની કરશે. બે દિવસ સુધી ચાલનારા આ સમૂહ લગ્ન સમારોહમાં 52 યુગલ તેમના જીવનમાં એક નવું પગલુ ભરવા સાથે પરંપરાગત વિધિને પૂર્ણ કરી આ યાદગાર અનુભવના સાક્ષી બનશે. છેલ્લા 19 વર્ષમાં નાયારણ સેવા સંસ્થાને દિવ્યાંગ અને અભાવગ્રસ્ત યુગલોના 32 જેટલા સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ સમારોહના માધ્યમથી 1500 કરતાં વધારે યુગલ લગ્નગ્રંથીથી બંધાઇ ચુક્યા છે.

નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે “એક ઉમદા વ્યક્તિ તરીકે આ પરંપરાએ અમને એવો વિશ્વાસ અપાવવામાં મદદ કરી છે કે લગ્ન એ જીવનનો એક મહત્વનો ભાગ છે. 19 વર્ષથી મારા પિતા, પદ્મશ્રી કૈલાશ અગ્રવાલ અને હું આ ભવ્ય સમારોહની યજમાની કરી વધુને વધુ યુગલો માટે સમૂહ લગ્નની પરંપરાને આગળ લઈ જઈ રહ્યા છીએ. સમગ્ર ભારતમાં 32 સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યા બાદ પણ અમારી ઇચ્છા વધુને વધુ યુગલોને લગ્નના પવિત્ર સંબંધથી જોડવાની છે.”

મુખ્ય પુજારીના માર્ગદર્શનમાં 52 પુજારી અને 52 વેદપાઠી આ યુગલો માટે લગ્નની વિધિને પૂર્ણ કરાવશે. સુંદર રીતે સજાવવામાં આવેલ મંડપમાં દેશના વિવિધ ભાગોથી આવનારા સહયોગી, મહેમાન તથા સંસ્થાના લોકો ભાગ લેશે. આ સમારોહમાં જાનૈયા એટલે કે વરપક્ષમાં સામેલ થતા કીથ એન્ડ કિંસ તેમનું ડાન્સ પર્ફોમન્સ કરશે અને આ ખાસ પ્રસંગની ઉજવણી કરશે. 8મી સપ્ટેમ્બર, રવિવાર સવારે 10 વાગ્યાથી તોરણ અને વરમાળા સમારોહનું આયોજન કરવામાં આવશે. વરરાજા અને કન્યા તેમના પરિવારના સભ્યો, સાધક અને સંબંધિત મહેમાનો આ પ્રસંગના સાક્ષી બનશે.

જીવનના કોઈ પણ સ્તરે પોતાને કોઈ પણ રીતે વંચિત હોવાનો અહેસાસ કરી રહેલા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે નારાયણ સેવા સંસ્થાન તમામ સુવિધાથી સજ્જ એક સ્માર્ટ વિલેજ છે. નારાયણ સેવા સંસ્થાને છેલ્લા 30 વર્ષમાં 3.5 લાખ કરતાં વધારે દર્દીઓનું યોગ્ય સંચાલન કર્યું છે અને વિના મૂલ્યે સર્વોત્તમ તબીબી સેવાઓ, દવાઓ અને ટેકનોલોજીનો લાભ આપી તેની સામાજીક-આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવી છે.

સંસ્થાનમાં 1100 પથારીવાળી હોસ્પિટલ સુવિધા છે, જ્યાં શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને તબીબી સારવાર આપવા ઉપરાંત સામાજીક અને આર્થિક રીતે પુનર્વસન પણ કરવામાં આવે છે. રાજસ્થાનના ઉદયપુર પાસે આવેલ આ સ્માર્ટ વિલેજ વાડીમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓની સેવા કરવામાં આવે છે. નારાયણ સેવા સંસ્થાનમાં આવતા દર્દીઓને ભૌતિક, સામાજીક અને આર્થિક પુનર્વસન માટે કોઈ પણ કેસ કાઉન્ટર અથવા પેમેન્ટ ગેવે નથી, અને તમામ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.