Western Times News

Gujarati News

ચંદ્રશેખરની પાર્ટી માયાવતી માટે મુસીબત બની શકે છે

આગ્રા: યુપીમાં વિધાનસભા ચુંટણીમાં ફકત ૬ મહીના બાકી છે.એવામાં તમામ પક્ષ પોત પોતાની પાર્ટીઓને મજબુત કરવામાં લાગી ગયા છે પંચાયત ચુંટણી બાદ પશ્ચિમી યુપીમાં પહેલીવાર અસ્તિત્વ માટે આવેલ ભીમ આર્મીના વડા ચંદ્રશેખરની રાજનીતિક વિંગ આઝાદ સમાજ પાર્ટી પણ પોતાના સંગઠનને મજબુત કરવામાં લાગી ગયા છે આઝાદ સમાજ પાર્ટી બ્લોકથી બુથ સ્તર સુધી સંગઠનને મજબુત કરી રહ્યાં છે.

આજ આધાર પર પાર્ટી ૨૦૨૨ની ચુંટણી લડશે  પાર્ટી આગ્રામાં ૧૦૦ વોર્ડના વોર્ડ અધ્યક્ષોની નિયુક્તિ કરવામાં લાગી ગઇ છે. આ સાથે જ બુથ કમીટીઓની પણ રચના કરી દેવામાં આવી છે. પાર્ટીનો વિસ્તાર કરતા અત્યાર સુધી ૧૫ વોર્ડમાં વોર્ડ અધ્યક્ષોની નિયુક્તિ કરી દેવાાં આવી છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ માયાવતીની રાજનીતિનો ગઢ માનવામાં આવી છે. આજ ગઢને કારણે તે અનેક વાર સત્તા પર કાબેલ થયા હતાં પરંતુ પહેલીવાર પંચાયત ચુંટણીમાં ઉતરેલ આઝાદની પાર્ટીએ ૪૦થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે.

રાજનીતિક જાણકારોનું માનવું છે કે આઝાદની પાર્ટીએ પંચાયત ચુંટણીમાં બેઠકો જીતી પોતાનું મજબુત સ્થાન બનાવી લીધુ છે જે રીતે યુવા અને મહિલાઓ આ પાર્ટીની સાથે જાેડાઇ રહ્યાં છે તો એવું લાગી રહ્યું છે કે આઝાદ સમાજ પાર્ટી આવનારા દિવસોમાં બસપા માટે મુસીબત ઉભી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.