Western Times News

Gujarati News

મેઘરજમાં રખડતા પશુના ત્રાસથી રહીશો ત્રાહીમામ

(મેઘરજ ગામ પંચાયત ધ્વારા કોઈપણ કાર્યવાહી ન કરાતા નગરજનોમાં રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં છેલ્લા કેટલાય દિવસથી રખડતા પશુઓ તેમજ ગાયો અને સાંઢના ત્રાસથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મેઘરજના દરજીવાડામાં ગુરૂવારના રોજ બાથરૂમના સેનીટેશન અને પાણીના કનેક્શન તોડી નાખતા રહીશોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

મેઘરજમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે તેવા સંજોગોમાં જાહેર માર્ગો છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓ અને  ગાયો તેમજ સાંઢ ધ્વારા અંડિગા જમાવી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ રખડતા પશુઓ તેમજ ગાયો અને સાંઢ ધ્વારા અંદરૌ અંદર ઉધમાત મચાવતા સોસાયટીમાં ધસી જાય છે અને સોસોયટીમાં રહેલ વાહનો અને બાથરુમ તેમજ પાણીના કનેક્શનો પણ તુટી જાય છે ત્યારે ગુરૂવારના રોજ દરજીવાડા વીસ્તારમાં કેટલાક મકાનોમાં માતેલા સાંઢોએ ઉધમાત મચાવતા કેટલાક રહીશોના બાથરુમની સેનીટેશન અને વોશબેસીન સહીતની સામગ્રી આખલોઓએ તોડી નાખતા રહીશોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે

તેમજ કેટલાક માસ અગાઉ પણ દરજીવાડા વિસ્તારમાં આખલાઓએ તોફાન મચાવતા કેટલાક ઘરમાલિકોના ઘર આગળ રહેલ વાહનોને પણ નુકશાન પહોંચ્યુ હતુ ત્યારે રહીશોએ રખડતા પશુઓ અને માલિકો સામે કાર્યવાહી કરવા મેઘરજ ગામ પંચાયતને વારંવાર રજુઆતો કરી છે મેઘરજ ગામ પંચાયતમાં રખડતા પશુઓ અંગે કાર્યવાહી કરવાની રજુઆત કરવા ગયેલ અરજદારોને હળધુત કરતા રહીશોમાં પંચાયત સામે રોષ ફેલયો છે

તેમજ મેઘરજ ગામ પંચાયતના સત્તાધીશો ધ્વારા રખડતા પશુઓના ત્રાસને અટકાવવા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયો છે તેમજ ફળીયાના રહીશો તેમજ નાના બાળકો અને વૃધ્ધો નો રખડતા પશુઓથી ભોગ લેવાય  અને મોટી હોનારત સર્જાય તે પુર્વે મેઘરજ ગામ પંચાયત જાગે અને રખડતા પશુઓ અને માલિકો સામે કાર્યવાહી હાથ ધરે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.