Western Times News

Gujarati News

આંદોલનકારી કિસાન અમારા ધૈર્યની પરીક્ષા ન લે : મનોહર લાલ

ચંંડીગઢ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંદોલનકારી કિસાનોને મોટી સલાહ આપી છે.તેમણે હરિયાણા નિવાસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ધણા પર બેઠલા લોકો પોતાની હદો પાર કરી રહ્યાં છે. કાનુન હાથમાં લેવા પર સરકાર કડક કાર્યવાહી કરવામાં પણ પાછી પાની કરશે નહીં તેમણે કહ્યું કે હવે કિસાન આંદોલન ખોટા હાથોમાં પહોંચ્યું છે. કિસાનોના નામ પર રાજનીતિ થઇ રહી છે.જે રીતે આંદોલનમાં અનૈતિક ધટનાઓ સામે આવી રહી છે તેનાથી કિસાનોની તસવીર ખરાબ થઇ રહી છે.

તેમણે કહ્યું કે આંદોલનકારી અમારી સંયમની પરીક્ષા ન લે કિસાનોનું તેઓ ખુબ સમ્માન કરે છે આ ખુબ જ સમ્માનિત શબ્દ છે કોઇ વાતને લઇ હઠ પકડવી યોગ્ય નથી જયારે ધૈર્ય તુટે છે ત્યારે ટકરાવ થાય છે કેન્દ્ર અને હરિયાણા સરકાર કિસાનોના વિકાસ માટે કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે તાજેતરમાં કેન્દ્રીય માર્ગ સડક પરિવહન મંત્રીની મુલાકાત કરી કિસાન આંદોલનના કારણે બંધ ટોલને ખોલવા અંગે ચર્ચા કરી તેના પર તેમણે કહ્યું કે અમે કેએમપીના પોતાના ત્રણ ટોલ ખોલાવી દીધા છે. એનએચના ટોલ ખોલાવવા માટે કેન્દ્ર સરકાર પગલા ઉઠાવે ગડકરીએ તાકિદે યોગ્યા પગલા ઉઠાવવાનું આશ્વાસન આપ્યું છે.

એ યાદ રહે કે મુખ્યમંત્રી મનોહર લાલે જનસહાયક આપકા સહાયક એપ સ્વામિત્વ યોજનાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું જનસહાયક એપથી ઘરે બેઠા અનેક સુવિધા મળશે એપના માધ્યમથી નાગરિક પણ સુચન આપી શકશે સ્વામિત્વ યોજના પોર્ટલ શહેરી નિગમ વિભાગ માટે બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જનસહાયક એપ સરકારનો ગેટ વે છે તે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્‌ છે એપથી સર્ટિફિકેટ સંબંધિત તમામ સુવિધા મળશે સરકારથી જાેડાયેલ કાર્યયોજના કાર્યક્રમ જનસેવાઓ નોકરીથી સંબંધિત તમામ માહિતી મળશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.