Western Times News

Gujarati News

કેરળમાં કોરોનાનો નોનસ્ટોપ કોહરામ, ત્રીજી લહેરની શરૂઆતની આશંકા

Files Photo

કોચ્ચી: દેશમાં લોકડાઉન હળવા કરવામાં આવ્યું છે, તેનો અર્થ એ નથી કે કોરોના મહામારીને આપણે હરાવી દીધી છે. જ્યાં એક તરફ કોરોનાની બીજી લહેરે થોડા સમય માટે વિરામ લીધો છે. અને હવે ત્રીજી લહેર પ્રવેશ કરી રહી છે. કોરોનાની ત્રીજા લહેરથી જે થોડા પરિચિત લોકો છે તેઓ ચિંતિત છે કારણ કે કોરોનાનો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પહેલા કરતા વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને તે નિષ્ણાંતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

કેરળમાં બુધવારે કોવિડ-૧૯ નાં નવા ૧૩,૬૫૮ કેસ નોંધાયા છે, જેમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૨૯,૨૪,૧૬૫ થઈ છે. વળી, સંક્રમણનાં કારણે ૧૪૨ લોકોનાં મોત થવાનાં કારણે, મૃત્યુની સંખ્યા વધીને ૧૩,૨૩૫ પર પહોંચી ગઈ છે. નવા ચેપગ્રસ્તોમાં ૬૭ આરોગ્ય કર્મચારીઓ છે. રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.

એક તરફ રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, તો બીજી તરફ લોકડાઉનમાં ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. આરોગ્ય બુલેટિન મુજબ, ઓછામાં ઓછા ૧૧,૮૦૮ લોકો સ્વસ્થ થયા છે, અહી ઠીક થયેલા લોકોની સંખ્યા ૨૮,૦૯,૫૮૭ પર પહોંચી ગઇ છે, જ્યારે સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા ૧,૦૦,૮૮૧ છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન, ૧,૪૦,૭૨૭ સેમ્પલોની તપાસ કરવામાં આવેલી છે અને સંક્રમણનો દર ૯.૭૧ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૩૦,૭૩,૬૬૯ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

હવે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસો નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૪૫,૯૫૧ નવા ચેપગ્રસ્ત લોકોની પુષ્ટિ થઈ છે અને ૮૧૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનએ કહ્યું કે, “જાે કે દૈનિક સંક્રમણ ઓછા થયા છે, પરંતુ ભારતમાં કોવિડ-૧૯ ની બીજી લહેર હજી શાંત થઇ નથી.” જાે આપણે છેલ્લા ૨૪ કલાકમાં દેશનાં કોરોના અપડેટ પર નજર કરીએ તો, કેરળમાં ૧૩,૫૫૦ નવા સંક્રમણનાં કેસ નોંધાયા છે.

આ પછી મહારાષ્ટ્રમાં ૮,૦૮૫, તમિળનાડુમાં ૪,૫૧૨, આંધ્ર પ્રદેશમાં ૩,૫૨૦, કર્ણાટકમાં ૩,૨૨૨, દિલ્હીમાં ૧૦૧ અને પશ્ચિમ બંગાળમાં ૧,૮૩૬ નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશનાં રેડ ઝોનમાં ફક્ત કેરળ રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે,

જ્યાં કોરોનાનાં કેસ હજુ અટક્યા નથી. ભલે દેશનાં અન્ય રાજ્યોમાં કોરોના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજી પણ એવા ૫ રાજ્યો છે જ્યાં મહત્તમ સંખ્યામાં નવા કોરોના સંક્રમણનાં કે સામે આવી રહ્યા છે. પાંચ કેસોમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર ૬૦,૪૪,૯૦૬ કેરળ ૨૯,૨૪,૧૬૫ ,કર્ણાટક ૨૮,૩૭,૮૫૨, તામિલનાડુ ૨૪,૭૦,૩૮૬ અને આંધ્રપ્રદેશ ૧૮,૮૩,૩૯૨ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.