Western Times News

Gujarati News

ડિજિટલ ડાયલોગની  નવમી એડીશન દ્વારા રેડીએ સોશ્યલ મિડીયા ડે મનાવ્યો

ડિજિટલ ડાયલોગ મારફતે  વાસ્તવિકતામાંથી ઉપજાવી કાઢેલા અહેવાલ અને કોવિડ-19 દરમ્યાન સોશ્યલ મિડીયા પરોપકાર જેવા વિષયો અંગે ચર્ચા થઈ

અમદાવાદ: અમદાવાદ સ્થિત રેડી (રિસ્પોસિબલી ડિજિટલ)એ તા.30 જૂનના રોજ સોશ્યલ મિડીયા ડે પ્રસંગે ડિજિટલ ડાયલોગની નવમી એડિશનનુ આયોજન કર્યુ હતું આ વર્ચ્યુઅલ ઈવેન્ટનુ આયોજન રેડી (Redi-‘responsibly digital’) દ્વારા જવાબદાર  ડિજિટલ વર્તણુકને પ્રોત્સાહન માટે  યુનિસેફ (UNICEF) અને યુવા (YuWaah) સાથે મળીને કરવામાં આવ્યુ હતુ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, એલિક્સિર ફાઉન્ડેશન અને લોજીકલી એઆઈનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

ડિજિટલ ડાયલોગમાં કકોમ્યુનિકેશન સ્પેશ્યાલિસ્ટસ, એકેડેમિશિયન્સ સોશિયલ મિડીયા નિષ્ણાતો, આઈપીએસ ઓફિસર્સ તથા  અન્ય  મહાનુભવો સામેલ થયા હતા.

આ પ્રસંગે આવકાર પ્રવચનમાં રેડી (ચોકકસ હોદ્દો લખવો) ના સહસ્થાપક  શ્રી શૈલેષ ગોયલે જણાવ્યુ હતું કે “ કોવિડ-19નો પ્રસાર થયો ત્યારથી ડિજિટલ માધ્યમો પરનુ અવલંબન વધતુ જાય છે અને તેથી આપણે સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરવામાં જવાબદાર  બનીએ તે જરૂરી છે.  આ સમારંભમાં ફેક ન્યૂઝ  ઉપર તથા ગેરમાર્ગે દોરતી  માહિતી તથા ડેટાથી દૂર રહેવા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવશે ”

પ્રારંભિક પ્રવચનમાં  યુનિસેફ, ગુજરાતનાં ચીફ લક્ષ્મી ભવાનીએ દરેકને કોવિડ-19 અંગે ચોકસાઈપૂર્ણ માહિતી મેળવવા, ડિજિટલ દુનિયાનો સલામતિપૂર્વક ઉપયોગ કરવા અને પોતાની  તથા પોતાના  પરિવારની  તેમજ વ્યાપક અર્થમાં સમાજની  સુરક્ષા  માટે પસંદગી કરવાનો અનુરોધ કર્યો હતો. ડિજિટલ ડાયલોગના ભાગ તરીકે  બે પેનલ ચર્ચાઓ પણ યોજાઈ હતી.

પ્રથમ પેનલ ચર્ચાનો વિષય હતો “ કોવિડ-19 દરમ્યાન સોશ્યલ મિડીયા અફવાઓ, ગેરમાર્ગે દોરતી માહિતી અને ખોટી માહિતી ” આ ચર્ચામાં વિવિધ  વકતા  સામેલ થયા હતા. આઈપીએસ ઓફિસર કુ. રેમા રાજેશ્વરી સોશ્યલ મિડીયાનો સાવચેતીપૂર્વક અને ડહાપણ સાથે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે “ મશીન અને ટેકનોલોજી  મારફતે માનવ મનને બુધ્ધિપૂર્વક કેટલીક વાતો મનાવવા થતા પ્રયાસો અટકવા જોઈએ.  આપણે જો એવી અપેક્ષા રાખતા  હોઈએ કે  ડિજિટલ મિડીયા પ્લેટફોર્મ આપણને બચાવશે, તો આપણે ભૂલ કરી રહયા છીએ, કારણે કે તેમનુ રેવન્યુ મોડલ લાઈક, શેર્સ વગેરે આધારિત છે.”

યુનિસેફનાં હેલ્થ ઓફિસર ડો. શ્રવણ ચેનજી એ પોઝિટેવ પેરેન્ટીંગ ઉપર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માતા-પિતાએ પોતાની જાતને બાળકો સાથે ઓતપ્રોત કરવી જોઈએ કે જેથી બાળકો સોશ્યલ મિડીયાનાં વ્યસની બની જાય નહી.

સંશોધક ઉમાશંકર પાંડેએ સોશ્યલ મિડીયા કઈ રીતે  માહિતી  વહેતી કરે છે અને ચોકકસ યુઝરને જોઈતી માહિતી પૂરી પાડે છે તેની વાત કરી હતી.  તેમણે યુઝર્સને ફેક ન્યુઝનો  અને ગેરમાર્ગે દોરતી માહિતીનો ભોગ નહી બનવા અને યુઝર્સને વિજ્ઞાનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

લોજીકલીના વીપી શ્રી સાગર કૌલે જણાવ્યું હતુ કે ફેક ન્યુઝ મારફતે લોકોમાં વૈજ્ઞાનિક  હકિકતો નહી સ્વીકારવાનુ વલણ પેદા થયુ છે અને આવા લોકો મહામારીના પ્રસરી તેના  પ્રથમ દિવસથી જ  વાયરસને કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે. આ પેનલ ચર્ચાનુ સંચાલન યુવા (YuWaah) સ્ટેટના આગેવાન શ્રી કુમાર મનિષે કર્યુ હતું.

યુનિસેફનાં કેમ્યુનિકેશન, એડવોકસી અને પાર્ટનરશિપ સ્પેશ્યાલિસ્ટ કુ. મોઈરા દાવાએ જણાવ્યું હતું કે  ઓનલાઈન સ્પેસ યુવા અને કિશોર વર્ગ માટે સલામત હોય તેની ખાત્રી રાખવી આવશ્યક છે.

ડિજિટલ મિડીયા નિષ્ણાત અને આફટર ફર્સ્ટના સ્થાપક  શ્રી અમિત ખેતાને જણાવ્યું હતું કે  સોશ્યલ મિડીયા એક મલ્ટીપ્લાટર છે અને  તેમણે ચેતવણી આપી હતી કે “વર્તમાન સમયમાં  સામાજીક ઉદ્દેશથી સોશ્યલ મિડીયા મારફતે ફરતા કરાતા ભંડોળ બાબતે પણ સાવચેતી રાખવી જરૂરી છે.”

રેડીયો અવાજ 90.8 એફએમ, દાહોદના આરજે હર્ષ રેડીયોનો એક માધ્યમ તરીકે  કોવિડ-19ને યોગ્ય વર્તણુક  અને વેકસીન અંગે આદિવાસી વિસ્તારમાં  લોકોને શિક્ષિત કરવામાં કઈ રીતે ઉપયોગ કર્યો અને લોકોને સોશ્યલ મિડીયામાં વહેતી કરાતી  માન્યતાઓમાં નહી પણ વિજ્ઞાનમાં માનતા કર્યા તેની વાત તાજી  કરી હતી. ‘ખાના ચાહિયે’ના સહસ્થાપક શ્રી  સ્વરાજ શેટ્ટીએ પણ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચાનુ સંચાલન આક્રીતા શ્રીવાસ્તવે કર્યુ હતું.

ઉદ્યોગ સાહસિક અને સોશ્યલ મિડીયામાં પ્રભાવક કામગીરી કરતા ડો. તેહસિલ પુનાવાલાએ ડિજિટલ ડાયલોગમાં ખાસ પ્રવચન આપ્યુ હતું. ડિજિટલ મિડીયાના અનેક ચાહકો, વિવિધ બ્રાન્ડઝનુ માર્કેટીંગ કરતા પ્રોફેશનલ્સ અને તમામ વય જૂથના લોકો ડિજિટલ ડાયલોગમાં સામેલ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.