Western Times News

Gujarati News

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુખ્યમંત્રીનો ફાર્મહાઉસનો ઘેરાવો કર્યો

ચંડીગઢ: ભારે ગરમીમાં પંજાબમાં વિજળી સંકટ ઘેરુ બન્યું છે હવે તેના પર રાજનીતિ પણ ગરમાઇ છે.ગઇકાલે શુક્રવારે શિઅદ બસપા ગઠબંધને પ્રદેશમાં પ્રદર્શન કર્યું હતું જયારે આજે શનિવારે આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરોએ સિસવાંમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મહાઉસનો ઘેરાવ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડિંગ કરી હતી પરંતુ કાર્યકર્તાઓએ બેરિકેડ તોડી દીધી હતી આથી પોલીસે પ્રદર્શનકારીઓ પર પાણીના ફુરાવા છોડયા હતાં

જેથી ભારે નાસભાગ મચી ગઇ હતી. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ભગવંત માને કહ્યું કે પંજાબના લોકો ઘરણા પ્રદર્શન કરી રહ્યાં છે અને ફકત એક વ્યક્તિ પોતાના ઘરમાં બેસી આનંદ લઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે અમે મુખ્યમંત્રીના ફાર્મ હાઉસનું મીટર ચેક કરવા માટે આવ્યા છીએ જેથી ખબર પડે કે અહીં કેટલા કલાક વિજળી કટ થઇ રહી છે જાે કે પોલીસે પ્રદર્શનને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી આવાસની સુરક્ષા કડક કરી દીધી હતી.

માને આરોપ લગાવ્યો કે અકાલી દળ અને ભાજપની સરકારમાં લાગુ પંજાબ વિરોધી વિજળી સમજૂતિ અને માફિયા રાજ કેપ્ટનના શાસનમાં પણ ચાલી રહ્યાં છે. વિજળી મંત્રી હોવાને કારણે મુખ્યમંત્રીએ વર્તમાન વિજળી સંકટની નૈતિક જવાબદારી લેવી જાેઇએ વિજળી સંકટ પર સુખબીર બાદલના પ્રદર્શનને ભગવંતે નાટક ગણાવ્યું અને કહ્યું કે અકાલી દળ અને ભાજપની સરકારે ખાનગી વિજળી કંપનીઓની સાથે ખોટી સમજૂતિ કરી હતી.તેમણે પૂર્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાથી સવાલ કર્યો કે તે બતાવે અકાલી સરકારના સમયે કેટલાક સોલર પાવર પ્લાંટ અને કોના કોના નામ પર લગાવ્યા હતાં.

દરમિયાન પંજાબ ભાજપે વિજળીના અધોષિત કાપથી ઉદ્યોગોને થઇ રહેલ નુકસાન અને સામાન્ય જનતાની વધતી મુશ્કેલીઓ માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જવાબદાર ઠેરવ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશ્વની શર્માએ કહ્યું કે રાજયની જનતા ફ્રી વિજળી નહીં પરંતુ ૨૪ કલાક વિજળીની માંગ કરી રહ્યાં છે. રાજયનંું પાવર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ૧૩૦૦૦ મેગાવોટથી વધુનો બોજ સંભાળી શકતા નથી કેપ્ટને તેને વધારવા માટે કોઇ પગલા ઉઠાવ્યા નથી કેપ્ટનની નિષ્ફળતાનો પુરાવો એ વાતથી સ્પષ્ટ થઇ જાય છે કે પંજાબના તમામ સરકારી વિભાગોના કર્મચાી પોતાની માંગને લઇ મર્ગો પર પ્રદર્શન કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.