Western Times News

Gujarati News

સિધ્ધુનું ખુદનું ૮.૭૪ લાખ વિજળીનું બિલ બાકી છે અને બીજાને સલાહ આપે છે

ચંડીગઢ: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર વિવિધ મુદ્દાને લઇ સતત પ્રહારો કરી રહેલ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુએ પંજાબમાં વિજળી સંકટના મામલામાં પણ કેપ્ટન પર નિશાન સાધ્યું હતું અને વિજળી સંકટમાંથી બહાર આવવાની સલાહ આપી હતી સિધ્ધુએ સંકટ માટે કેપ્ટન અને ગત અકાલી ભાજપ સરકારના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને જવાબદાર ઠેરવ્યા હતાં. જાે કે નવજાેત સિહ સિધ્ધુ એ ભુલી ગયા છે કે તે ખુદ રાજયના સૌથી મોટા વ્યક્ગિત વિજળી દેણદારોમાંથી એક છે જાે કે આ વિષય પર સિધ્ધુએ કોઇ સ્પષ્ટીકરણ આપ્યું નથી પરંતુ પીએસપીસીએલની વેબસાઇટ પર સિધ્ધુના નિવાસનું બિલ ૮,૭૪,૭૮૪ રૂપિયા બાકી હોવાનું જણાવાયું છે.

પીએસપીસીએલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નવજાેત સિંહ સિધ્ધુ પર માર્ચ ૨૦૨૧માં પીએસપીસીએલના ૧૭,૬૨, ૭૪૨ રૂપિયા બાકી હતાં તે સમયે પીએસપીસીએલે ડિફોલ્ટરોની વિરૂધ્ધ અભિયાન ચલાવ્યું તો સિધ્ધુએ ૧૦ લાખ રૂપિયાનું વળતર કર્યં પરંતુ હજુ પણ પીએસપીસીએલના ૮.૭૪ લાખની રકમ બાકી છે.

એ પણ જાણવા મળ્યુ છે કે સિધ્ધુએ હવે બાકીના બિલ માટે વન ટાઇમ સેટલમેંટ માટે અરજી કરી છે પીએસપીસીએલના અધિકારીઓ કહ્યું કે ઓછા બાકીવાળા ડિફોલ્ટર અનેક ગ્રાહકોના વિજળી કનેકશન કાપવામાં આવ્યા છે પરંતુ રાજનીતિક વગને કારણે સિધ્ધુ આવી કાર્યવાહીથી બચેલ છે.

એ યાદ રહે કે આ પહેલા ગઇકાલે સિધ્ધુએ દિવસભર પંજાબમાં વિજળી સંકટના મુદ્દા પર એક પછી એક નવ ટ્‌વીટ કર્યા હતાં. તેમાં એક ટ્‌વીટમાં સિધ્ધુએ કેપ્ટન સરકાર દ્વારા સરકારી કચેરીમાં વિજળીને લઇ જારી નિર્દેશો પર ટીપ્પણી કરતા લખ્યું કે યોગ્ય દિશામાં કામ કરવાથી ન તો પંજાબમાં વિજળી કાપની જરૂરત પડશે અને ન તો ઓફિસમાં ટાઇમિગ કે એસીને મેનેજ કરવાની જરૂરત પડશે.

પૂર્વ બાદલ સરકાર દ્વારા ખાનગી કંપનીઓની સાથે કરવામાં આવેલ સમજૂતિને જનહિતની વિરૂધ્ધ બતાવતા સિધ્ધુએ નિશાન સાધ્યું હતું તેમણે લખ્યું હતું કે બાદલ સરકારે પંજાબમાં ત્રણ ખાનગી થર્મલ પ્લાંટોની સાથે પીપીએ પર સહી કરી તેને કારણે પંજાબ ૨૦૨૦ સુધી ૫૪૦૦ કરોડ રૂપિયાનું વળતર ફિકસ ચાર્જ તરીકે કરવામાં આવે છે જયારે પંજાબ નેશનલ ગ્રિડથી ખુબ સસ્તા દરોમાં વિજળી ખરીદી શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.