Western Times News

Gujarati News

દેશમાં અફવાઓના કારણેે પુરૂષ કરતા મહિલાઓએ ઓછી રસી લીધી

પ્રતિકાત્મક

નવીદિલ્હી, દેશમાં કોરોના વેકસીન અભિયાન ૧૬ જાન્યુઆરીથી થયું પરંતુ તેની તેજ ગતિ ૨૧ જુન એટલે કે યોગ દિવસથી પકડાઇ છે. જાે કે દેશમાં કોરોનાની વેકસીન લેનારા પુરૂષો અને મહિલાઓની વચ્ચે અનુપાત ચિંતાજનક છે. ૨૧ જુનથી કેન્દ્ર સરકાર રસી બનાવનારી કંપનીઓમાંથી ૭૫ ટકા રસી ખરીદી રહ્યું છે. તેને રાજયોમાં વિતરીત કરી રહી છે.આવું એટલા માટે કારણ કે લોકોને સમયસર વેકસીન મળી શકે

એ યાદ રહે કે ગત આઠ દિવસોમાં દેશમાં ૪.૬૧ કરોડ ખુરાક લગાવવામાં આવી છે જેને સરકારે ઇરાક ૪.૦૨ કરોડ,કેનેડા ૩.૭૭ કરોડ સાઉદી આરબ ૩.૪૮ કરોડ અને મલેશિયા ૩.૨૩ કરોડની વસ્તીથી વધુ બતાવી છે જાે કે દેશમાં પુરૂષ અને મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલ વેકસીનની વાત કરીએ તો સરકારી આંકડા અનુસાર મહિલાઓ ત્રણ કરોડ ખુરાકથી પુરૂષોથી પાછળ ચાલી રહી છે.

૧૬ જાન્યુઆરીથી લઇ અત્યાર સુધી ૧૪.૯૯ કરોડ મહિલાઓએ રસી લીધી છે જયારે ૧૭.૮ પુરૂષોએ કોરોના વેકસીન લઇ ચુકયા છે જેે કુલ રસીકરણના ૫૪ ટકા છે આ ઉપકાંત બીજા લિંગ વર્ગના ૫૪૬૯૩ લોકોને રસીકરણ કરાયું છે.

આવું એટલા માટે થયું કારણ કે ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ પરંતુ પહેલા જ ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓને તેનાથી અલગ કરી દેવામાં આવી જાણકારોનું માનવુ છે કે આ એકમ મોટું કારણ છે કે પુરૂષોની સરખામણીમાં મહિલાઓએ ઓછી વેકસીન લગાવી છે આથી આ બંન્નેના અનુપાતમાં વિષમતા છે.

આ ઉપરાંત રસીકરણની શરૂઆતમાં એ અફવા ફેલાઇ હતી કે પીરિયડ્‌સ દરમિયાન મહિલાઓ વેકસીન લઇ શકતી નથી તેનાથી પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઇ શકે છએ આજ અફવાઓની કારણે રસીકરણમાં મહિલાઓની સંખ્યા ઓછી રહી જાે કે ડોકટરો સ્પષ્ટ કરી ચુકયા છે કે કોવિડ ૧૯થી પુરૂષો અને મહિલાઓની પ્રજનન ક્ષમતા પર કોઇ અસર પડતી નથી તેમનું કહેવુ છે કે પરીક્ષણ દરમિયાન આ તમામની તપાસ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.