Western Times News

Gujarati News

કોરોનાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ મહામારી જાહેર કરાઈ છે ત્યારે સર્વને સમાન વળતર આપવા આદેશ

વેસ્ટર્ન ટાઈમ્સ ના અહેવાલને સમર્થન! કોરોના ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ મહામારી જાહેર કરાઈ છે ત્યારે સર્વને સમાન વળતર આપવા આદેશ કરતા જસ્ટિસ શ્રી અશોકભાઈ ભૂષણ અને જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહ

(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા ) તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ડાબી બાજુ ની તસવીર જસ્ટિસ શ્રી અશોકભાઈ ભુષણની છે જ્યારે બીજી તસવીર જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહની છે જેમણે કેન્દ્ર સરકારના એ તર્ક ને ફગાવી દીધો છે કે “અમારી પ્રાથમિકતા કોરોના મહામારી થી લોકોને બચાવવાની છે” અને આ દલીલ આગળ ધરીને સરકારે પોતાની પાસે વળતર ચૂકવવા ના પૈસા પણ નથી એવી રજૂઆત કરી હતી! સરકારે એવી પણ દલીલ કરી હતી કે “નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નું કામ કુદરતી આપત્તિ ના સંદર્ભમાં વળતર આપવાની જાેગવાઈ છે, જેવી કે ભૂકંપ, પૂર, જેવી કુદરતી હોનારતમાં જ વળતર ચૂકવવાની જાેગવાઈ છે કોરોના તેની વ્યાખ્યા માં આવી શકે નહીં”

આ તમામ કેન્દ્ર સરકારની દલીલ ફગાવી દઈ ભારતની સુપ્રીમ કોર્ટના જજ શ્રી અશોકભાઈ ભૂષણ અને જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહની ખંડપીઠે સર્વને સમાન વળતર આપવાના આદેશ કરીને કોરોનાના મૃતક પરિવારને વળતર પ્રાપ્ત કરવાનો અધિકાર છે કારણકે કોરોનાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ મહામારી જાહેર કરાઈ છે! સુપ્રીમ કોર્ટે છ સપ્તાહમાં દિશાનિર્દેશ તૈયાર કરવા પણ આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે રાજ્યોને દિશા નિર્દેશ આપશે એવું પોતાના એક આદેશમાં જણાવ્યું છે એટલું જ નહીં આ કોરોના ના દર્દીઓ ના મૃતદેહોના અંતિમ વિધિ સાથે જાેડાયેલા એવા કર્મશીલો ને પણ વીમા યોજના હેઠળ આવરી લેવાનો હુકમ કર્યો છે! મરણોતર પ્રમાણપત્રમાં કોરોના થી મૃત્યુ થયું હોવાનું જાહેર કરવા પણ આદેશ કર્યો છે

ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી અશોકભાઈ ભુષણ અને જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહની ખંડપીઠે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં નિષ્ફળ ગયાનું જણાવી ઝાટકણી કાઢી છે ત્યારે રાજ્ય સરકારે હવે કોરોના મહામારીમાં અવસાન પામેલા મૃતકોની યાદી તૈયાર કરવામાં વિલંબ કરી શકે છે! પરંતુ સ્મશાનગૃહમાં થી અને હોસ્પિટલમાં સારવાર સમયે દર્શાવેલ યાદી ઉપરથી યાદી તૈયાર કરવી અઘરુ તો નહીં જ બને! કોરોના ની સારવાર દરમિયાન ઘરે અવસાન પામ્યા હોય તો પણ સ્મશાનના રેકોર્ડ માંથી યાદી નક્કી કરવું અશક્ય તો નથી જ! 

“અદાલતી સમિક્ષા એ બંધારણ ના આત્મા સાથે સુસંગત છે તેમજ રાજકીય વ્યવસ્થા સ્વીકારી છે તેના સંદર્ભ માં વિચારવા થી જણાય છે કે તેના સિવાય ચાલી શકે તેમ નથી”! – જસ્ટિસ જ્હોન માર્શલ, જસ્ટિસ એલેક્ઝાન્ડર હેમીલટન

અમેરિકાની સુપ્રીમકોર્ટના જસ્ટિસ જૉન માર્શલ અને જસ્ટિસ એલેક્ઝાન્ડર હેમિલ્ટને કહ્યું છે કે “”અદાલતી સમીક્ષા એ બંધારણના “આત્મા” સાથે સુસંગત છે તેમજ રાજકીય વ્યવસ્થા સ્વીકારી છે તેના સંદર્ભમાં વિચારવાથી જણાય છે કે તેના સિવાય ચાલી શકે તેમ નથી”!!

ભારતના બંધારણની કલમ ૨૧ એ નાગરિક સ્વાતંત્ર્ય અને માનવીના જીવવાના અધિકારનું વિશાળ અર્થઘટન કરે છે! તે જાેતાં વેસ્ટર્ન ટાઈમ્સે કોરોના મહામારીમાં અવસાન પામેલાઓને ચાર લાખના વળતરની માગણી કરતી એક અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયા બાદ અખબારે બંને પક્ષકારો એ દલીલ પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો તેનું કવરેજ કર્યું હતું.

વેસ્ટર્ન ટાઈમ્સ એ તારીખ ૨૫ જૂન ૨૦૨૧ના અહેવાલમાં જણાવેલ કે કેન્દ્ર સરકારે ૪ લાખનું વળતર આપવા કરેલા ઇનકાર સામે સુપ્રીમ કોર્ટનો બંધારણીય પરિપેક્ષમાં પ્રગતિશીલ ચુકાદાની સંભાવના વ્યક્ત કરી હતી! ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જસ્ટિસ શ્રી અશોકભાઈ ભૂષણ અને જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહની ખંડપીઠે કેન્દ્ર સરકારની રજૂઆત ફગાવી દઈ કોરોના માં અવસાન પામેલા ને વળતર ચૂકવવા આદેશ કરતાં વેસ્ટર્ન ટાઈમ્સ ના અહેવાલને સમર્થન મળ્યું છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.