Western Times News

Gujarati News

“આઇવરી ટાવર” માં રહીને ન્યાયાધીશો સમાજના પ્રશ્નો હલ કરી શકશે નહીં

ન્યાયતંત્ર બંધારણનું રખેવાળ છે અને કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે – ચીફ જસ્ટિસ એન.વી.રમના

(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા) તસવીર ગુજરાત હાઇકોર્ટની અને ભારતની સુપ્રીમ કોર્ટની છે! ગુજરાત હાઇકોર્ટ અને દેશની સુપ્રીમ કોર્ટને આજ દિન સુધી અને અનેક વિચારશીલ, વિદ્વાન અને સક્ષમ ન્યાયાધીશોએ મળ્યા છે જેમણે ભારતની ધરતી પર “ન્યાય” જીવંત રાખ્યો છે. અને અનેક ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ ન્યાય ક્ષેત્રની, સમાજની ચિંતા કરતા રહ્યા છે એ કોઈ નાની વાત નથી!!

દેશના અનેક ન્યાયાધીશો પોતાના હૃદયની વાત કરતાં, કરતાં લોકોના હદયની વેદના સાંભળે છે! અને પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને ન્યાયધર્મ નિભાવે છે! માટે લોકશાહી સુરક્ષિત છે ડાબી બાજુ તસવીર ગુજરાત હાઈકોર્ટના પૂર્વ એડવોકેટ જનરલ શ્રી સુરેશભાઈ શૈલતની છે! તેમની ભૂમિકા તેમના સત્તા કાળમાં મહત્ત્વપૂર્ણ રહી હતી!

તેમણે ચીફ જસ્ટિસ એન.વી.રમના ના પ્રગતિશીલ ચુકાદાઓની સમજ સાથે પરિચય આપ્યો હતો! જ્યારે જમણી બાજુ ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના વર્તમાન એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી છે! તેઓની ભૂમિકાથી પણ સત્તાની સમતુલા જળવાઈ રહી છે! તેમણે પણ ચીફ જસ્ટિસ શ્રી ના અર્થસભર વક્તવ્ય અને ફાળવેલા સમય બદલ આભાર માન્યો હતો અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો નો પણ આભાર માન્યો હતો!

જ્યારે નીચેની તસવીર જસ્ટિસ શ્રી પી.ડી.દેસાઈ મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત ૧૭માં સંખ્યામાં ઉપસ્થિત રહેલા ન્યાયાધીશોની છે જેમાં ડાબી બાજુથી સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી સી.કે.ઠક્કર, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી મોહિતભાઈ શાહ, પૂર્વ ચીફ જસ્ટીસ શ્રીમતી અભિલાષાકુમારી, પૂર્વ જસ્ટિસ શ્રી કલ્પેશભાઈ ઝવેરી ની છે આ ઉપરાંત અનેક વિદ્વાન એડવોકેટ શ્રીઓ કાયદાના વિદ્યાર્થીઓ કાયદાના શિક્ષણશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી મુકેશભાઈ શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી સી.કે.ઠક્કર, પૂર્વ ચીફ જસ્ટિસ શ્રીમતી અભિલાષાકુમારીજી, પૂર્વ જસ્ટિસ શ્રી મોહિતભાઈ શાહ, પૂર્વ જસ્ટિસ શ્રી કલ્પેશભાઈ ઝવેરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા!

લોગ ફેલો નામના વિચારકે સરસ કહ્યું છે કે “ દસ વર્ષ સુધી વાંચેલા સારા, સારા પુસ્તકો કરતા પણ સજ્જનો સાથેનો એક પ્રત્યક્ષ વાર્તાલાપ અધિક છે”!! જ્યારે રોબર્ટ બર્ટન નામના તત્વ ચિંતન કહ્યું છે કે “શ્રી પરમેશ્વર સર્જન કરે છે, માનવી તેને આકાર આપે છે”!! ભારતના લોકો નસીબદાર છે કે દેશમાં અશિક્ષીતો ની સંખ્યા વધુ છે! ગરીબોની સંખ્યા વધુ છે! કેટલાક ક્ષેત્રોમાં દંભી અને પાખંડી લોકોની સંખ્યા વધુ છે!! છ

તાં દેશનું ન્યાયતંત્ર એ “ન્યાયધર્મ” અદા કરવા માટે સક્ષમ છે! એટલું જ નહીં આઝાદી નો વારસો મુકી ગયેલા આઝાદીના લડવૈયાઓ ની ભાવના પ્રત્યક્ષ રીતે ન્યાયાધીશોએ જીવંત રાખી છે! અને દેશની પ્રજાને અનેક નીડર ન્યાયપ્રિય અને વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતા ન્યાયાધીશો મળ્યા છે! ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ કાયદાવિદો સમક્ષ રજૂ કરેલો કર્મશીલતાનો આદર્શ સમગ્ર માનવજાત માટે એક દીવાદાંડી સમાન છે!!

માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ કાયદાના શાસનમાં આ ત્રણે મહત્વના મૂલ્ય છે કાયદો એ માત્ર સમાજ પર નિયંત્રણ રાખનારું સાધન નથી – ચીફ જસ્ટિસ એન.વી.રમના

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે “ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એ ન્યાય ન કહેવાય પરંતુ “અસત્ય” સામે “સત્ય” ને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”!! આવા મહાન આદર્શને વ્યવહારમાં અનુસરવાથી જ દેશ મહાન બને છે અને માનવીય સમસ્યા હલ થાય છે

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ આત્મિક વિદ્વતા અને હૃદયની સંવેદના સાથે અભિવ્યક્ત કરેલ વકતવ્ય એ સમગ્ર ન્યાય તો માટે દીવાદાંડી સમાન છે એટલું જ નહીં દેશ ચલાવનારા વહીવટદારો અને આમ જનતા માટે પણ પથદર્શક છે! ચીફ જસ્ટિસ એન.વી.રમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે “કાયદાનું શાસન એ લોકશાહીનો આધાર સ્તંભ છે ન્યાયતંત્ર બંધારણનું રક્ષક છે અને કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવું એ ન્યાયતંત્રની ફરજ છે”!! ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ દેશના બંધારણના આદર્શ ને સરળ શબ્દોમાં સમજાવતા કહ્યું કે “માનવ સન્માન, લોકશાહી અને કાયદાનું શાસન કે ત્રણેય મહત્વના આદર્શો છે અને કાયદો એ ફક્ત માત્ર સમાજ પર નિયંત્રણ રાખવાનું સાધન નથી બંધારણીય પ્રસ્તાવનામાં જ કાયદાના શાસન ની વ્યાખ્યા રહેલી છે”!!

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ ન્યાયાધીશોને માર્ગદર્શન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર ઠલવાતા વિચારોને ભાવનાઓથી ન્યાયાધીશોએ પર રહીને પોતાની ફરજ બજાવવાની છે પણ સાથે એવું પણ કહ્યું કે “આઇવરી ટાવર” માં રહીને ન્યાયાધીશો સમાજના પ્રશ્નો હલ કરી શકે નહીં કાયદાનું શાસન અને મૂલ્યોનું રક્ષણ કરવાની જવાબદારી પણ ન્યાયાધીશોની છે એવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું!

ચીફ જસ્ટીસ શ્રી એ એવી પણ ટકોર કરી હતી કે પ્રજાના આદેશ થી સત્તા પર આવેલા નેતાઓને પણ પોતાના ઉત્તરદાયિત્વમાં ખરા ઉતરવા પણ ભાર મૂક્યો હતો આમ જસ્ટિસ શ્રી એન.વી.રમના એ કોરોના મહામારી જેવી આપદામાં સર્વ પ્રકારનું આત્મનિરીક્ષણ કરવા પણ અનુરોધ કર્યો હતો.આમ સર્વગ્રાહી અને શ્રેષ્ઠ મૂલ્યાંકન સાથેનું આ વ્યક્તવ્ય ન્યાયક્ષેત્ર ની ભગવદ ગીતા સમાન જણાતું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.