Western Times News

Gujarati News

પતિ સાથે વિતાવેલા સમયને યાદ કરી રહી છે મંદિરા બેદી

મુંબઈ: પતિ રાજ કૌશલના નિધનના પાંચ દિવસ પછી મંદિરા બેદીએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ મૂકી છે. મંદિરા બેદીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે પતિ સાથે જાેવા મળી રહી છે. આ તસવીરમાં મંદિરા અને રાજ કોઈ જીતનું સેલિબ્રેશન કરતાં દેખાય છે.

તૂટેલા દિલના ઈમોજીવાળા કેપ્શન સાથેની આ તસવીરમાં મંદિરા અને રાજ મેડલ અને વાઈન સાથે સેલિબ્રેશન કરતાં જાેવા મળી રહ્યા છે. આ તસવીરો દ્વારા મંદિરાએ પતિ સાથે વિતાવેલા સુખદ દિવસોને વાગોળ્યા છે.

મંદિરા અને રાજની આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સ પણ કોમેન્ટ કરીને તેમના પર વહાલ વરસાવી રહ્યા છે તો કેટલાક સેલેબ્સ મંદિરાને સાંત્વના આપી રહ્યા છે. મિથાલા પાલકર, ફરહાન અખ્તરની પૂર્વ પત્ની અધુના, આશ્કા ગોરડિયા, શક્તિ મોહન, ગૌરવ ગેરા, અનિતા હસનંદાની, અદા શર્મા વગેરે જેવા સેલેબ્સે મંદિરાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. રાજ કૌશલના આકસ્મિક નિધનથી ભાંગી પડેલી મંદિરા બેદીએ અગાઉ પોતાનો ઈન્સ્ટાગ્રામ ડ્ઢઁ (ડિસ્પ્લે પિક્ચર) ડિલીટ કરી નાખ્યું હતું. ડીપી ડિલિટ કરીને મંદિરાએ બ્લેક સર્કલ રાખ્યું હતું.

બે દિવસ પહેલા જ મંદિરાએ બેદીએ પતિ રાજ કૌશલની પ્રાર્થના સભા પોતાના ઘરે રાખી હતી. જેમાં મંદિરાના માતાપિતા ઉપરાંત એક્ટ્રેસના નજીકના મિત્રો સામેલ થયા હતા.

૩૦ જૂને સવારે ૪.૩૦ કલાકે રાજ કૌશલનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. રાજ કૌશલના મોતના સમાચાર તેના પરિવાર અને મિત્રો સહિત આખી મનોરંજન ઈન્ડસ્ટ્રી માટે ઝટકો લઈને આવ્યા હતા. રડતી આંખો અને હૈયામાં ભારોભાર દુઃખ સાથે મંદિરાએ પરંપરા તોડીને પોતાના પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મંદિરા બેદી અને રાજ કૌશલે ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. તેમનો ૯ વર્ષનો દીકરો છે જેનું નામ વીર છે. જુલાઈ ૨૦૨૦માં મંદિરા અને રાજે ૪ વર્ષની દીકરીને દત્તક લીધી હતી અને તેનું નામ તારા બેદી કૌશલ પાડ્યું છે. ફિલ્મમેકર રાજ કૌશલે ૨૦૦૬માં સંજય દત્ત, અરશદ વારસી અને મિનિષા લાંબા સ્ટાટર ફિલ્મ એન્થની કૌન હૈ?થી ડાયરેક્ટર તરીકે બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. ૨૦૦૫માં ઓનિરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ માય બ્રધર નિખિલના કો-પ્રોડ્યુસર પર રાજ કૌશલ રહી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ કૌશલ શાદી કે લડ્ડ અને પ્યાર મેં કભી કભી જાેડાયેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.