Western Times News

Gujarati News

મોદી કેબિનેટમાંથી થાવરચંદની વિદાય :કર્ણાટકના રાજયપાલ બનાવાયા

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત વિસ્તાર પહેલા નરેન્દ્ર મોદી કેબિનેટથી કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતની વિદાય થઇ છે. જાે કે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે જે હેઠળ તેમને કર્ણાટકના રાજયપાલ બનાવવામાં આવ્યા છે.ગહલોતની નિયુક્તિની સાથે કેટલાક અન્ય રાજયોના રાજયપાલોને પણ બદલવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને કર્ણાટકના રાજયપાલ તરીકે નિયુકત કર્યા છે એ યાદ રહે કે ગહલોત નવી નિયુક્તિ પહેલા મોદી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી હતી આ ઉપરાંત ભાજપના મોટા દલિત નેતા તરીકે જાણીતા હતાં. આ ઉપરાંત પાર્ટીના મોટા નેતાઓમાં તેમની ગણતરી થાય છે. તે ભાજપ તરફથી રાજયસભામાં નેતા પણ રહી ચુકયા છે જે સમયે તેમની નિયુક્તિ કરવામાં આવી તે સમયે તેઓ આંધ્ર પ્રદેશમાં એક કાર્યક્રમમાં હતાં. ગહલોત ૭૩ વર્ષના છે જાે કે ભાજપ પહેલા જ સ્પષ્ટ કરી ચુકયું છે કે ૭૫ વર્ષની ઉપરના નેતાઓને તે સરકારમાં રાખશે નહીં એવામાં માનવામાં આવી રહ્યું છે કે આજ નીતિ હેઠળ ગહલોતને કેન્દ્રીય કેબિનેટમાંથી શિફટ કરી બંધારણીય પદ સોંપવામાં આવ્યું છે.

જે રાજયપાલોને બદલવામાં આવ્યા છે જે આ પ્રકારે છે. હરિયાણાના રાજયપાલ તરીકે હવે બંડારૂ દત્તાત્રેય રહેશે જયારે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ ઝગનભાઇ,ઝારખંડમાં રમેશ બૈંસ,ત્રિપુરામાં સત્ય દેવ નારાયણ,દોવામાં પીએસ શ્રીધરન પિલ્લઇ અને મિઝોરમના રાજયપાલ તરીકે હરિબાબુ કબમપતિ રહેેશે જયારે રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજયપાલ નિયુકત કરવામાં આવ્યા છે.
એ યાદ રહે કે મોદી કેબિનેટનું વિસ્તાર ટુંક સમયમાં થનાર છે જેને માટે આગામી બે દિવસની તમામ બેઠકો રદ કરવામાં આવી છે અને કેબિનેટમાં સામેલ કરનારાઓને ભાજપ તરફથી સુચના આપવામાં આવી રહી છે અને નેતાઓ દિલ્હી પહોંચી રહ્યાં છે. મોદી કેબિનેટમાં કેટલાક મંત્રીઓના વિભાગો બદલાય તેવી સંભાવના છે જયારે આગામી વિધાનસભાની ચુંટણીઓને ધ્યાનમાં રાખી મંત્રીમંડળનો વિસ્તાર થાય તેવી ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.