Western Times News

Gujarati News

સીમિત દાયરામાં પુરી જગન્નાથ મંદિરથી રથયાત્રા કાઢવાની સુપ્રીમની મંજુરી

નવીદિલ્હી: કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએટના વધતા પ્રકોપ અને ત્રીજી લહેરની આશંકાને જાેતા સુપ્રીમ કોરટે સમગ્ર ઓરિસ્સામાં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે ફકત પુરીમાં જગન્નાથ મંદિરમાં રથયાત્રા કાઢવાની મંજુરી આપી છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર રાજયમાં રથયાત્રા કાઢવાવાળી અરજીને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોવિડના ફેલાવવાની આશંકાને જાેતા ઓરિસ્સા સરકારના આદેશથી સહમત છે. એ યાદ રહે કે ઓરિસ્સા સરકારે ફકત પુરીમાં રથયાત્રાની મંજુરી આપી હતી અને અન્ય તમામ જગન્નાથ મંદિરોના મંદિર પરિસરમાં અનુષ્ઠાનની મંજુરી આપી હતી કોર્ટમાં દાખલ અરજીમાં બારીપદા,સાસાંગ અને ઓરિસ્સાના અન્ય શહેરોમાં રથયાત્રાની મંજુરી માંગવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવાની મંજુરી આપી નહીં

સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓને રદ કરતા કહ્યું કે અમને આશા છે કે ભગવાન આગામી વર્ષ આ અનુષ્ઠાનોની મંજુરી આપશે મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણે અરજીકર્તાને કહ્યું કે તમે ભગવાનથી પ્રાર્થના કરવા માંગો છો તો ઘરેથી પણ કરી શકો છે હું પણ પુરી જવા માંગુ છું પરંતુ હું છેલ્લા દોઢ વર્ષથી જઇ શકયો નથી સરકારે પુરીને છોડી અન્ય જગ્યાઓ પર રથયાત્રા કાઢવાની મંજુરી આપી નથી એ યાદ રહે કે આ પહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુચન આપ્યું હતું કે લોકોની સંખ્યાને સીમિત કરી પ્ પ્રતિબંધોની સાથે યાત્રાઓને મંજુરી આપી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.