Western Times News

Gujarati News

ભિલોડા કોંગ્રેસનું મોંઘવારી વિરોધમાં આંદોલન: સીલીન્ડર સાથે દેખાય “હાય રે મોંઘવારી હાય” સુત્રોચ્ચાર કર્યા

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં  પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચુકેલી કોંગ્રેસ અસહ્ય મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી પ્રજાનો વિશ્વાસ પરત મેળવવા અવાજ ઉઠાવી રહી છે  રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ ઉપરાંત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં જન આંદોલન કરી રહી છે તેના  ભાગરૂપે અરવલ્લી કોંગ્રેસે સમીતી દ્વારા તાલુકા કક્ષાએ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી મોંઘવારી પરત ખેંચવાની માંગ શરૂ કરી છે ભિલોડા કોંગ્રેસે મોંઘવારી સામે હલ્લાબોલ કરી રોડ પર સૂત્રોચ્ચાર કરતા પોલીસ દોડી આવી હતી ભિલોડા ધારાસભ્ય અનીલ જોષીયારા,પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘી,વનરાજસિંહ રાઠોડ સહીત કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની અટકયાત કરી હતી

મોંઘવારીનો વિરોધ કરવા કોંગ્રેસે શહેરી,તાલુકા અને જીલ્લા મથકોએ જનચેતના અભિયાન શરૂ કરવા જાહેર કર્યું છે .જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજેરોજ થઇ રહેલા વધારાની સમસ્યાને વાચા આપવા માટે આંદોલન કરી ભાવ વધારો પરત ખેંચવાની માંગ કોંગ્રેસે બુલંદ બનાવી છે. ભિલોડા નગરમાં કોંગ્રેસના કાર્યકરો ,અગ્રણીઓ એકત્રિત થયા હતા અને હાય રે મોંઘવારી હાય, ગેસ બોટલના ભાવ ઓછા કરો, નહીં ચાહિયે યહ સરકાર જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોંઘવારી નો ઉગ્ર વિરોધ કર્યો હતો

ગેસ બોટલના વધતા ભાવોથી લોકોને રસોઈ કરવી પરવડતી નથી તેના પ્રતિક રૂપે સીલીન્ડર માથે ઉંચકી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે તે દરમિયાન પોલીસે આંદોલનકારીઓને પકડી લેવા પ્રયાસ કરતા પોલીસ સાથે ખેંચતાણ પણ થઈ હતી.જેમાં પોલીસે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓની ભિલોડા પોલીસે અટકાયત કરી હતી.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને  આ કાર્યક્રમની પરમિશન આપવામાં આવી ન હતી હતી. આમ છતાં આંદોલન કરતા તેઓની અટકાયત કરાઈ છે. કોંગ્રેસી અગ્રણીઓએ જણાવ્યું હતું કે અગાઉ ગેસના બોટલના ૨૦ રૂપિયા ભાવ વધ્યા હતા,ત્યારે ભાજપે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજે જ્યારે એક બોટલ નો ભાવ રૂપિયા ૮૪૦ થયો છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.