Western Times News

Gujarati News

ખાનગી શાળાઓમાં RTEની ૭૦૦ બેઠકો ઘટાડવામાં આવી

Files Photo

વડોદરા:રાજ્યભરમાં રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ગરીબ તેમજ વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળામાં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે ધોરણ ૧ માં ઓનલાઈન પ્રવેશ પત્રો ભરીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં પણ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે વાલીઓનો ભારે ધસારો રહ્યો છે.

જાેકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે અનેક ગરીબ પરિવારના બાળકો આર.ઇ.ટી અંતર્ગત પ્રવેશથી વંચિત રહી જશે.

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ માં પ્રવેશ માટે ઉપલબ્ધ છે. ૩૮૦૦ બેઠકો સામે ૭૯૩૬ વિધ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવામા આવતું હોય છે. ત્યારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતગર્ત એડમિશનની શરૂઆત થઈ ચૂકી છે. તા. ૫ જુન રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૩૮૦૦ જગ્યા માટે
૭૯૩૬ વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. તા. ૧૩ જૂલાઇ બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

આ અંગે જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારી શિવાંગીબેન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ ૧માં ૩૮૦૦ બેઠકો ઉપલબ્ધ છે. ૩૮૦૦ બેઠકો માટે ૭૯૩૬ વિદ્યાર્થીઓના વાલીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ કરાવ્યું છે. હવે ભરાયેલા ઓનલાઈન દસ્તાવેજાેની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભરાયેલા તમામ ફોર્મની પાત્રતા ચકાસવામાં આવશે. જે તા. ૧૩મી જુલાઈ સુધી ચાલશે. અને તેના એક સપ્તાહ બાદ આરટીઈ અંતર્ગત પ્રવેશના પ્રથમ રાઉન્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમા રાખીને ગત વર્ષની સરખામણીમા આ વર્ષે કોઇ બેઠકોમાં વધારો નોંધાયો નથી. ગત વર્ષે ૪૫૦૦ બેઠકો હતી. પરંતુ આ વર્ષે ૩૮૦૦ બેઠકો કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે અનેક વાલીઓના નોકરી, ધંધા ઉપર અસર પહોંચી છે. ત્યારે સરકાર દ્વારા આર.ઇ.ટી. હેઠળ બેઠકો વધારવાના બદલે ગત વર્ષ કરતા ૭૦૦ બેઠકો ઓછી કરતા આ વર્ષે અનેક વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ હેઠળ પ્રવેશથી વંચિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.