Western Times News

Gujarati News

૮ સપ્તાહમાં ટ્‌વીટર ફરિયાદ અધિકારીની નિમણૂંક કરશે

નવી દિલ્હી, નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટિ્‌વટર વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર કોઈ પ્રકારના આઈટી કાયદાનું ઉલ્લંઘન કરે છે તો કેન્દ્ર સરકાર કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. હવે સુનાવણી ૨૮ જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હકીકતમાં અંતરિમ અધિકારીની નિમણૂંકને લઈને ટિ્‌વટરે એફિડેવિડ દાખલ કરી હતી.

આ પહેલા ટિ્‌વટરે ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી અધિકારીની નિમણૂંક કરશે. ટિ્‌વટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોનું અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે. ટિ્‌વટરના અંતરિમ નિવાસી ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે ૨૧ જૂને પોતાનું પદ છોડ્યુ હતું.

ત્યારબાદ ટિ્‌વટરે કેલિફોર્નિયા સ્થિત જેરેમી કેરલને ભારત માટે નવા ફરિયાદી અધિકારી નિમણૂંક કર્યાં હતા, પરંતુ કેસલની નિમણૂંક નવા આઈટી નિયમો પ્રમાણે નહોતી, કારણ કે આ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ નિવારણ અધિકારી સહિત બધા નોડલ અધિકારી ભારતમાં હોવા જાેઈએ.

ટિ્‌વટર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ૨૮ મેએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ અમિત આચાર્યએ ફરિયાદ નોંધાવી હતી. દલીલમાં કહેવામાં આવ્યું છે કે ટિ્‌વટર એક મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થ છે, જેવું આઈટી નિયમ, ૨૦૨૧ હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યું છે અને તેણે આ નિયમોની જાેગવાઈઓ દ્વારા તેમના પર લાદવામાં આવતી કાનૂની ફરજાેનું પાલન સુનિશ્ચિત કરવું જાેઈએ.

અરજીમાં તર્ક આપવામાં આવ્યો કે દરેક મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મધ્યસ્થની પાસે ન માત્ર એક નિવાસી ફરિયાદ અધિકારીની નિમણૂંક કરવાની જવાહદારી છે, જે એક ચોક્કસ સમયની અંદર ફરિયાદોને પ્રાપ્ત કરવા અને તેનું નિરાકરણ લાવવા માટે એક પોઈન્ટ અધિકારના રૂપમાં કાર્ય કરશે અને સમક્ષ અધિકારીઓ દ્વારા જારી કોઈપણ આદેશ, નોટિસ અને નિર્દેશોનો સ્વીકાર કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.