Western Times News

Gujarati News

અભિનેતા સંજીવ કુમારના નામે સુરત શહેરમાં સ્કૂલ છે

મુંબઈ: બોલિવૂડના જાણીતા એક્ટર સંજીવ કુમારનો જન્મ તારીખ ૯ જુલાઈ, ૧૯૩૮ના રોજ સુરત શહેરના મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિભાઈ ઝરીવાલા હતું અને પોતાના ૨૫ વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે અનેક યાદગાર રોલ કર્યા. આજીવન અપરિણીત રહેલા સંજીવ કુમારનું તારીખ ૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ માત્ર ૪૭ વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીતી ચૂકેલા સંજીવ કુમાર, ગુલઝારના પ્રિય કલાકાર હતા. ફિલ્મ ‘શોલે’માં સંજીવ કુમારે ‘ઠાકુર’નું પાત્ર ભજવ્યું હતું કે જે લોકો આજે પણ યાદ કરે છે. લેખક-ડિરેક્ટર ગુલઝારની કોશિશ, આંધી, મોસમ, અંગૂર અને નમકીન જેવી ફિલ્મોમાં સંજીવ કુમારે યાદગાર અભિનય કર્યો હતો. ‘નયા દિન નયી રાત નામની ફિલ્મમાં સંજીવ કુમારે કુલ ૯ પાત્રો ભજવ્યા હતા. એવું કહેવાય છે કે સંજીવ કુમારના પરિવારમાં કોઈપણ પુરુષ ૫૦ વર્ષ કરતા વધારે જીવી શક્યો નથી.

સંજીવ કુમારને પણ એવું લાગતું હતું કે તેઓ પણ ૫૦ વર્ષ કરતા વધારે જીવી શકશે નહીં. આખરે તેમનું મૃત્યુ પણ ૪૭ વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું. એક્ટ્રેસ હેમા માલિનીને સંજીવ કુમાર ખૂબ જ પસંદ કરતા હતા, ત્યારબાદ એક્ટ્રેસ સુલક્ષણા પંડિત સાથે પણ તેમનું નામ જાેડાયું હતું. સંજીવ કુમાર આજીવન અપરિણીત રહ્યા હતા. ગુજરાતના સુરત શહેરમાં સંજીવ કુમારના નામ પર એક રોડ અને સ્કૂલ પણ આવેલી છે. વર્ષ ૨૦૧૩માં તેમની યાદમાં સરકાર તરફથી એક ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી.

સંજીવ કુમારે તેમના કરિયરમાં અનેક પ્રકારની પડકારજનક ભૂમિકાઓ ભજવી જે પૈકી રોમાન્ટિક, હાસ્ય અને ગંભીર ભૂમિકાઓમાં તેઓને વધુ પસંદ કરવામાં આવ્યા. તેઓને ફિલ્મ કોશિશ અને દસ્તક માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સંજીવ કુમારે ભારતના મહાન ડિરેક્ટર સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બોલિવૂડના તે સમયના તમામ જાણીતા એક્ટર સાથે અભિનય કરી ચૂક્યા હતા. સંજીવ કુમારની જાણીતી ફિલ્મોમાં દસ્તક, અનુભવ, પરિચય, સીતા ઓર ગીતા, કોશિશ, નયા દિન નયી રાત, આંધી, શોલે, મોસમ, શતરંજ તે ખિલાડી, આલાપ, સત્યકામ, જાની દુશ્મન, અંગૂર, કાલા પથ્થર, નમકીન વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.