Western Times News

Gujarati News

સાઉથ સ્ટાર અલ્લૂ અર્જુનનું ૧૦૦ કરોડનું વૈભવી ઘર

મુંબઈ: તેલુગુ અભિનેતા અલ્લૂ અર્જુન દક્ષિણ ભારતીય સીનેમાના સ્ટાર છે. જે પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતા છે. હૈદરાબાદના જુબલી હિલ્સ સ્થિત તેનું ઘર હંમેશા ચર્ચામાં રહ્યું છે, પરંતુ ક્યારે તમે તેને અંદરથી જાેયું છે? સોશિયલ મીડિયા પર તેમના ઘરની કેટલીક અદ્ભુત તસવીરો છે, જેને જાેઇ તમે પણ જાણી જશો કે ૧૦૦ કરોડ રૂપિયાના ઘરમાં શું શું હોય છે. અલ્લુનો જન્મ ૯ એપ્રિલ ૧૯૮૩ માં ચેન્નાઈમાં થયો હતો,

તેણે વર્ષ ૨૦૦૩ માં તેલુગુ ફિલ્મ ગંગોત્રીમાં લીડ એક્ટર તરીકે ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. એક્ટિંગ ઉપરાંત અલ્લૂ શાનદાર ડાન્સ માટે પણ પોપ્યુલર છે. અલ્લૂએ ૨૦૧૧ માં સ્નેહા રેડ્ડી સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. કપલને બે બાળક છે જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ અયાન છે.

અલ્લૂના પુત્રએ તેના દાદા (અલ્લૂ અરવિંદ) પાસે બર્થડે પર ગિફ્ટમાં સ્વિમિંગ પૂલ માંગ્યો હતો, ત્યારબાદ અલ્લૂ અર્જુનના પિતાએ થોડા દિવસોમાં પૌત્ર માટે ઘરમાં એક શાનદાર સ્વિમિંગ પૂલ બનાવડાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, અલ્લૂ અર્જુને પોતાનું ઘર જાણીતા ઇન્ટિરિયર ડિઝાઈન આમિર અને હામિદા પાસેથ ડેકોરેટ કરાવ્યું છે. તમને જણાવી દઇએ કે, અલ્લૂ ફિલ્મ માટે ૧૩ થી ૧૫ કરોડ રૂપિયા ચર્ચા કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.