Western Times News

Gujarati News

જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા: મંગળા આરતી

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ અને ગુજરાતના હૃદયસમા શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૪ મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.

અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન એવી રથયાત્રાના પાવન અવસરે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા હતા.

ભગવાન જગન્નાથ પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નીકળે છે, ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દ્રઢ આસ્થા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરીને ભગવાન જગન્નાથના આશિર્વાદ મેળવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.