Western Times News

Gujarati News

૧૫ જુલાઈએ વારાણસીમાંથી વડાપ્રઘાન ઉત્તર પ્રદેશની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે.પીએમ યુપીના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરુઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ હશે. ૨૦૨૨માં થનારી ચૂંટણી માટે પીએમ મોદીએ ગુરુવારે જ બિગુલ ફૂંકવાના છે. યુપી સરકારની અંદરના સૂત્રોના જણાવ્યાનુંસાર આવનારા વર્ષની શરુઆતમાં થનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મોદી આવનારા ૧૦૦ દિવસમાં અલગ અલગ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરવા માટે ભૌગોલિક રુપથી યુપીના અનેક વિસ્તારોનો પ્રવાસ કરી શકે છે.

પીએમ મોદી વારાણસીમાં અક જનસભાને સંબોધિત કરી શકે છે. જ્યાં તે રાજ્ય સરકારના વિકાસના એજન્ડા પર વાતચીત કરશે. પીએમ મોદી વારાણસીમાં જાપાની સરકારની મદદથી બનાવેલા રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત આ ૯ જિલ્લાના ૯ મેડિકલ કોલેજાેનું ઉદ્યાટન કરવાના છે.

ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ પાછલા મહિનામાં કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી હતી અને યુપીમાં થનારી ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણી માટે આચાર સંહિતા લાગૂ થવા પર તેમના ઉદ્‌ઘાટનની વ્યવસ્થા કરવા માટે પરિયોજનાઓ અને તેમના ઉદ્યાટનની વ્યવસ્થા કરી પોતાનો મંચ તૈયાર કરશે. લખનૌ અને ગાજીપુરને જાેડનારા સીએમના પૂર્વાંચલ એક્સપ્રેસ વે લગભગ પુરો થવાનો છે અને મોદી ૧૫ ઓગસ્ટ બાદ આનું ઉદ્યાઘટન કરી શકે છે. પીએમ મોદી ઓક્ટોબરમાં એમ્સ અને ફર્ટેલાઈઝર પ્લાન્ટનું ઉદ્યાટન કરવા ગોરખપુર જશે. ૨૦૧૬માં પીએમ મોદીએ ગોરખપુરમાં પરિયોજનાઓની આધારશિલા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ફર્ટેલાઈઝર પ્લાન્ટની શરુઆત થવાથી ૪૦૦૦ લોકોને રોજગાર મળવાની આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.