Western Times News

Gujarati News

શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા અધિકારીની લાંચ લેવા બાબતે ધરપકડ

ગાંધીનગર: સરકારી અમલદારોને પોતાના પગાર કરતા વધારે ઉપરની મલાઈ ખાવાની આદત પડી ગઈ છે. રાજ્યમાં રોજ કોઈની કોઈ જગ્યાએ અધિકારીઓ લોકો પાસે લાંચ લેતા રંગેહાથ પકડાય છે. ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં વર્ગ – ૨ ના અધિકારી નિપૂણ ચંદ્રવદન ચોક્સી ૧,૨૧,૦૦૦ જેટલી મોટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.

ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં ફરજ બજાવતા નિપૂણ ચંદ્રવદન ચોકસીએ ફરિયાદી પાસે કોન્ટ્રાક્ટનું વળતર ચૂકવવા માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોયઝ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ થયું હતું. જેના માટે તેમને વળતર ચૂકવવા માટે આરોપીએ ૧.૨૫% લેખે લાંચની માંગણી કરી હતી. કેટલીક રકજક બાદ ૧% લેખે ૧,૨૧,૦૦૦ ની લાંચ માંગી હતી.

ફરિયાદીને લાંચ ન આપવી હોવાના કારણે તેમને એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર આર. જી. ચૌધરીએ એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમાના માર્ગદર્શન મુજબ નિપૂણ ચંદ્રવદન ચોકસીને ટ્રેપ ગોઠવી ધરપકડ કરી હતી. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.