Western Times News

Gujarati News

GTPL હેથવેનો FY2021-22નો Q1 ગાળાનો નફો વાર્ષિક ધોરણે 16 ટકા વધી રૂ. 47.5 કરોડ થયો

કન્સોલિડેટેડ ધોરણે આવકો વાર્ષિક ધોરણે 22 ટકા વધીને રૂ. 610.6 કરોડ થઈ

અમદાવાદ, ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) 30 જૂન, 2021ના રોજ પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 47.5 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે

જે વાર્ષિક ધોરણે 16 ટકા વધુ હતો. નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે આવકો (ઈપીસી સહિત) રૂ. 610.6 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે આઈએસપી આવકો વાર્ષિક ધોરણે 74 ટકા વધીને રૂ. 91.8 કરોડ રહી હતી. કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 55,000 નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા હતા.

કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જીટીપીએલ હેથવેએ નાણાંકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન મહત્વના કેપીઆઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું છે.

પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન બ્રોડબેન્ડ બિઝનેસમાં મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબર્સ અને સબસ્ક્રાઈબર્સ આવકનો ઉમેરો, મજબૂત નફાકારકતા અને દેવા ચૂકવણી મુખ્ય બાબતો રહી હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીટીપીએલે દેવામાં રૂ. 16.8 કરોડનો ઘટાડો કર્યો છે.

નવી પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ રજૂ કરીને, ગ્રાહકોનો અનુભવ વધુ સુદ્રઢ બનાવીને, વર્તમાન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓને મજબૂત કરીને તથા નવા તથા વર્તમાન બજારોમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવીને કંપની તેની સુનિશ્ચિત વ્યૂહાત્મક યોજનામાં આગળ વધવાનું ચાલુ રાખશે.

30 જૂન, 2021ના રોજ પેઈંગ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 73 લાખ રહી હતી. નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 2,30,000 હોમ પાસ ઉમેર્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળામાં નેટ બ્રોડબેન્ટ સબસ્ક્રાઈબર્સમાં 55,000નો ઉમેરો થયો હતો. 30 જૂન, 2021ના રોજ કુલ સબસ્ક્રાઈબર્સ 6,90,000 હતા જે પૈકી 2,50,000 એફટીટીએક્સ સબસ્ક્રાઈબર્સ હતા. વપરાશકાર દીઠ સરેરાશ બ્રોડબેન્ડ આવક રૂ. 440 રહી હતી જે વાર્ષિક ધોરણે ચાર ટકા વધુ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.