Western Times News

Gujarati News

કોરોના માટે દવાઓનો ૩૦ દિવસનો બફર સ્ટોક રખાશે

Files Photo

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરને જાેતા કેન્દ્ર સરકારએ જરૂરી દવાઓ રેમડેસિવિર અને ફિવિપિરાવિરનો ૩૦ દિવસનો બફર સ્ટોક રાખવાનો ર્નિણય લીધો છે, તે ઉપરાંત સરકાર પેરાસિટામોલ, એન્ટિબાયોટિક દવાઓ અને વિટામિન જેવી સામાન્ય દવાઓ અને સપ્લિમેન્ટસ ફરીથી એકત્રિત કરી રહી છે. બીજી લહેરમાંથી બોધપાઠ લઇને સરકારે જરૂરી દવાઓની અછત ઉભી ન થાય તે માટે યુધ્ધનાં ધોરણે કાર્યવાહી શરૂ કરી છે.

સરકારે રેમડિસવિરની ૫૦ લાખ શીશીઓ ખરીદવાની યોજના બનાવી છે, મુખ્ય સંક્રામક રોગ નિષ્ણાત ડો. સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે, કે આગામી લહેરમાં દરરોજનાં કેસમાં લગભગ ૫૦ ટકાની વૃધ્ધી થઇ શકે છે, ઓગસ્ટમાં આવનારી લહેર દરમિયાન દરરોજ એક લાખથી વધુ કેસ આવી શકે છે. નિષ્ણાતોએ વર્તમાનમાં આવી રહેલા દૈનિક સરેરાસ ૪૦થી ૪૫ હજાર કેસનાં આધારે આ અનુમાન વ્યક્ત કર્યું છે.

ડો. પાંડાનાં જણાવ્યા પ્રમાણે બીજી લહેર વિધાન સભા ચુંટણીઓ અને કોવિડ ગાઇડલાઇનનાં ઉલ્લંઘનનાં કારણે આવી હતી, જાે કે હાલમાં પણ અનિયત્રિત ભીડ અને રસીકરણ પુર્વે સરકારો દ્વારા રાહત આપવામાં આવી રહી છે, જેના કારણે ત્રીજી લહેર આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.