Western Times News

Gujarati News

કોવિડ-૧૯ની સારવાર માટે ૨૦૦થી વધુ દવાઓનો ટેસ્ટ

હૈદરાબાદ: કોવિડ-૧૯ સંક્રમણની બીમારી માનવ સભ્યતાના ઈતિહાસમાં સંભવિત પહેલી મહામારી બની ગઈ છે જેની સારવાર માટે ૨૦૦થી વધુ ડ્રગ્સ કમ્પાઉન્ડનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

સાથે જ લગભગ ૭૦ થિરેપ્યૂટિક એજન્ટ્‌સનું ક્લિનિકલ ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિકોની આગેવાનીમાં થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે.
રિસર્ચ મુજબ, વાઇરસની સારવાર માટે અત્યાર સુધીમાં ૨૬૫ ક્લિનિકલ ટ્રાયલ કરવાં આવ્યાં છે. જેમાં આ વાઇરસના લોડને ઘટાડવા અને બીમારી પર કાબૂ મેળવવા ૧૧૫ દવાઓની સીધી અસર થાય છે. આશ્ચર્યની વાત એ છે

વેક્સીનને છોડીને અત્યાર સુધીમાં જેટલાં પણ ડ્રગ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, તે બદી જ જૂની દવાઓ છે. જેને કોવિડ સામે લડવાના હેતુથી બીજી વાર તૈયાર કરવામાં આવ્યાં છે. કોરોના સંક્રમણનો ઝડપી દર ચિકિત્સા સંબંધી મેનેજમેન્ટ સામે પણ મોટો પડકાર છે.

સ્ટડી રિપોર્ટ મુજબ, ક્લિનિકલ ટ્રાયલ માટે એક મોટી સંખ્યામાં એન્ટિ પેરાસાઈટ, એન્ટિવાઇરલ ડ્રગ્સ, મોનોક્લોનલ એન્ટિબોડી, વેક્સીન અને સ્ટેમ સેલ થેરાપીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય વિટામીન-સી અને વિટામીન-ડીના સપ્લીમેન્ટ પણ રિસ્કને ઓછું કરે છે. જેનાથી ઈન્ફ્લુએજાનું રિસ્ક ઘટવાની સાથે ફેફસાની ઈન્જરીના પરિબળ સાઈટોકાઈન પ્રોડક્શનને પણ કંટ્રોલ કરે છે.

રિસર્ચ મુજબ, કોરોનાએ માનવ સભ્યતાને વિચારવા, વિકાસ કરવા, નવી ચીજવસ્તુઓની સાથે પ્રાથમિકતાઓને લઈને મજબૂર કરી દીધા છે. સંક્રમિત દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવેલા ડ્રગ કોમ્બિનેશનની અસમાન અસર જાેવા મળી છે. જેથી કોવિડ સામે લડવા માટે ડ્રગ્સની યાદીને વધારવી જરૂરી છે.

આ સ્ટડી સાઈન્ટિફિક જર્નલ બાયોમેડિસિન એન્ડ ફાર્માકોથેરાપીમાં પબ્લિશ થી છે. નિપર, હૈદરાબાદની સાથે ડૉક્ટર બી.આર.આંબેડકર સેન્ટર ફોર બાયોમેડિકલ રિસર્ચ, દિલ્હી યૂનિવર્સિટી અને ચંદીગઢ કૉલેજ ઓફ ફાર્મસી પણ આ સ્ટડીમાં સામેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.