Western Times News

Gujarati News

ગુજરાતી મીડીયમમાં ભણેલી છોકરીને એમેઝોનનું 1 કરોડ રૂપિયાનું પેકેજ

પ્રતિકાત્મક

ગાંધીનગરમાં રહેતી ક્રિષ્ના ટાંકને અમેરિકાની જાયન્ટ ઈ-કોમર્સ કંપની એમેઝોન કંપની દ્વારા વાર્ષિક એક કરોડ રૂપિયાથી પણ વધારે પગારની ઓફર થઈ છે.

ગાંધીનગરની ક્રિષ્ના ટાંકે ગુજરાતના પાટનગર ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર ક્રિષ્નાએ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન કમ્પ્યૂટર સાયન્સ કરી કરિયર પાથ વેમાં મશીન લર્નિંગ સાયન્ટીસ્ટ તરીકે યુનિવર્સિટીમાં એમેઝોન કંપનીના સ્ટુડન્ટ્સ એમ્બેસેડર તરીકેની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી એમેઝોન દ્વારા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો.

ગાંધીનગરમાં પશુપાલન નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મનીષકુમાર ટાંકની પુત્રી ક્રિષ્ના હાલમાં કેલીફોર્નીયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે કોમ્પ્યુટર એજીનિયરીંગનો અનુસ્નાતક અભ્યાસ કરી રહી છે.

કોમ્પ્યુટર એન્જનિયરીંગના અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ક્રિષ્ના ટાંકે Amazon કંપનીમાં ટુડન્ટ એમ્બેસેડરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરતા તેને એમેઝોન કંપનીએ તગડા પગાર સાથેની નોકરીની ઓફર કરી છે.

મે માસમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ તે એમેઝોન કંપનીમાં જોડાશે. 23 વર્ષીય ગુજરાતી દીકરી ક્રિષ્ના મનીષભાઇ ટાંક જણાવે છે કે તેમણે ફેબ્રુઆરી 2021માં એમેઝોન કંપની માટે જરૂરી પરીક્ષાઓ આપી હતી

તથા માત્ર 30 મિનિટનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ક્રિષ્નાએ જણાવ્યું છે કે એમેઝોન કંપની દ્વારા તેને 1,43,100 યુએસ ડોલરનું વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું એટલે કે ભારતીય રૂપિયામાં એક કરોડ 4 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ તરીકે એમેઝોન દ્વારા ઓફર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત કંપનીમાં જોઇન્ટ થતાની સાથે જ 86,000 યુએસ ડોલરના એમેઝોનના શેર પણ મળ્યા છે.

મે-જુન મહિનામાં સીએટલ (વોશિંગ્ટન) ખાતે એમેઝોન હેડ ક્વાટરમાં સોફરવેર ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે કંપની જોઇન્ટ કરી છે.

માત્ર 23 વર્ષની વયે આટલું એક કરોડથી વધુનું સેલેરી પેકેજ મેળવનાર ક્રિષ્નાએ ગાંધીનગરમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યારબાદ એલ.ડી.આર.પી. કોલેજમાંથી કમ્પ્યૂટર એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.