Western Times News

Gujarati News

તમાલપત્રનો ઉપયોગ અનેક રીતે લાભદાયી

તમાલપત્ર એટલે કે તેજપત્તાંનો ઉપયોગ માત્ર ભારતીય રસોડામાં ખાવાનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ આના ઘણાં આયુર્વેદિક ફાયદા પણ છે. તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતાં છે, તેનો ધુમાડો તણાવને દૂર કરે છે. જાે રાત્રે સુતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધુમાડો કરશો તો તનણાવ દૂર થશે તેમજ શ્વસન અને ત્વચા સંબંધિત રોગો દૂર થઈ જશે.

તમાલપત્ર બાળવાથી ઘણાં બધા ફાયદાઓ થાયછે, તમાલપત્ર એક ઔષધિ છે જેનો વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. તમાલપત્રનો ઉપયોગ એરોમાથેરાપી માટે થાય છે, આ સાથે તે ત્વચાના રોગો અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ઈલાજ કરવા માટે પણ તમાલપત્ર વિખ્યાત છે.

• તમાલપત્રના બે કે ત્રણ જેટલા પાનને અડધો કપ પાણી કે ચામાં ઉકાળીને પીવાથી શરદી તેમજ ખાંસીમાં આરામ મળે છે. • ડાયાબિટીસ રોગમાં તેનાં પાનનો પાઉડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. • આ પાઉડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે.

• અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાઉડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતાં પહેલાં લો. • તેના એક કે બે પાનને એક કપપાણીમાં ઉકાળી લો. અડધું રહ્યાં પછી ઠંડુ થતાં તે પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાવી જાેઈએ. • પેટમાં ઈન્ફેક્શન હોય તો તમાલપત્રનો શાકભાજીમાં પ્રયોગ કરી શકાય.

• કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દુધમાં ઉકાળીને પીવાથી લાભ થશે. • મચ્છરોને દૂર ભગાડવાં હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવો જાેઈએ. • તમાલપત્રનો ઉપયોગ વંદાનો ઉપદ્રવ દૂર કરવા માટે પણ થઈ શકે છે. જાે તમે વંદાથી પરેશાન છો, તો પછી રૂમ અથવા રસોડામાં તમાલપત્ર બાળી ધુમાડો કરો. તે એક હર્બલ કીટનાશક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.