Western Times News

Gujarati News

35 કે તેથી વધુ વય ધરાવતા પુખ્ત વયના લોકો, ગર્ભવતી મહિલાઓમાં થાઇરોઇડનું જોખમ

ઊંચું અસ્તિત્વ અને સંભવિત સમસ્યાઓ ભારતમાં થાઇરોઇડ સ્ક્રીનીંગ માટેની તાતા જરૂરિયાત પર ભાર મુકે છે

ભારતમાં 10માંથી ઓછામાં ઓછા 1 પુખ્ત અથવા 10.95% પુખ્તો હાઇપોથીરોડીઝમ અથવા અંડરએક્ટિવ થાઇરોઇડ અસમતુલા1થી અસરગ્રસ્ત છે. આ હોવાનો દર વિકસિત દેશોની તુલનામાં ઊંચો છે જે 2% થી 5%ની વચ્ચે છે.[1] ફક્ત અમદાવાદમાં જ 10.61% પુખ્તો હાઇપોથીરોડીઝમથી પીડાય છે.

હકીકતમાં આ રોગ ઘણી વખત વારસાગત હોય છે અને હાઇપોથીરોડીઝમ વિકસવાનું એકંદરે જોખમ એવા લોકોમાં ઊંચું છે જો કોઇ વ્યક્તિ થાઇરોઇડ રોગનો પારિવારીક ઇતિહાસ ધરાવતી હોય.1,2 ઊંચુ અસ્તિત્વ અને સંલગ્ન બોજ[2] હોવા છતાં, થાઇરોઇડ અસમતુલા બિન-સંદેશાવાહ રોગો (એનસીડી) સાથે અવગણેલો રહે છે.

પ્રવર્તમાન સંજોગોમાં, લાંબાગાળાની આરોગ્યની સ્થિતિ પર ધ્યાન આપવામાં અસ્પષ્ટ શૂન્યવકાશ છે. આ શૂન્યવકાશને એબોટ્ટ વિવિધ પ્રયત્નો મારફતે દૂર કરવા માટે જાગૃત્તિ લાવવા પ્રતિબદ્ધ છે જેથી થાઇરોઇડ સમતુલા પરની મોટી સમજણ માટે સહાય કરી શકાય અને નિયમિત સ્ક્રીનીંગ માટેની જરૂરિયાત પર ભાર મુકી શકાય.

થાઇરોઇડ સંબંધિત પરિસ્થિતિઓના સમયસર નિદાનની આવશ્યકતા પર પ્રકાશ પાડતા, એપોલો હોસ્પિટલ, અમદાવાદના સલાહકાર એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. રમેશ ગોયલે જણાવ્યું હતું કે, “ફક્ત અમદાવાદમાં આપણે નિદાન નહી થયેલા હાઈપોથીરોડીઝમના 2.39% કેસો જોયા છે.

35 કે તેથી વધુ વય ધરાવતા પુખ્ત વયના લોકો, ગર્ભવતી અને ખાસ કરીને આધેડ વયની મહિલાઓમાં જોખમ વધારે છે અને જો થાઇરોઇડ અસમતુલાનો ઉપચાર ન કરવામાં આવે તો વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વણશોધાયેલ હાયપોથીરોડીઝમ ડાયાબિટીઝ અને હાયપરટેન્શન જેવા કોમોર્બિડિટીઝની નબળાઈમાં પરિણમે છે.

ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ (ટી2ડીએમ) અને થાઇરોઇડ ડિસફંક્શન વચ્ચેના પેથોફિઝિયોલોજિકલ જોડાણ વિવિધ બાયોકેમિકલ, આનુવંશિક અને આંતરસ્ત્રાવીય ખામી વચ્ચેના આંતરક્રિયાના પરિણામ હોવાનું માનવામાં આવે છે. નબળી વ્યવસ્થાપિત ટી 2 ડીએમ ઇન્સ્યુલિન પ્રતિકાર, હાયપરિન્સ્યુલિનમિયા અને ડાયપોગ્લાયકેમીક એપિસોડ્સનું જોખમ વધારે છે. પરિણામે, તે T2DMમાં રક્તવાહિનીનું જોખમ વધારે છે.

[3]સમયસર નિદાનની ખાતરી કરવા માટે માત્ર વારંવારની તપાસ સાથે જ આ ઘટાડી શકાય છે, જે વહેલાસર તબક્કે હાયપોથીરોડીઝમની સારવાર અને રોગના સંચાલનને આગળ વધારશે.”

એબોટ્ટના મેડીકલ ડિરેક્ટર ડો. શ્રીરૂપા દાસે ટિપ્પણી કરી હતી કે, “એબોટ ભારતમાં થાઇરોઇડ અસમતુલા અંગે જાગૃતિ લાવવા કટિબદ્ધ છે. સ્થિતિના લક્ષણો, વ્યાપકતા અને લક્ષણો વિશે સ્ત્રીઓ સહિતના લોકોને વધુ જોખમનું શિક્ષણ આપીને, જે સમયસર નિદાન અને ઉપચારની સુવિધા આપે તેવી અમે જાગૃતિ લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમે ‘મેકિંગ ઈન્ડિયા થાઇરોઇડ અવેર’ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી દરેક વ્યક્તિને વધુ સારા સ્વાસ્થ્ય માટે આગળ વધવા સશક્ત બનાવી શકાય.”

[1]https://www.thelancet.com/pdfs/journals/landia/PIIS2213858714702086.pdf
[2]https://doi.org/10.1016/S2214-109X(18)30448-0
[3]Endocrine Reviews, June 2019, 40(3):789–

11Diabetes Ther (2019) 10:2035–2044

12First-degree family members of patients with hypothyroidism due to Hashimoto’s Thyroiditis have an increased risk of developing hypothyroidism / Clinical Thyroidology® for the Public: SEPTEMBER 2017 | VOLUME 10 | ISSUE 9/ American Thyroid Association


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.