Western Times News

Gujarati News

દિલ્હીના રાજકારણમાં ગરમાવો

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની બેઠકોના પગલે મહારાષ્ટ્ર, પંજાબમાં નવા જુનીના એંધાણ : શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠક નિર્ણાયક સાબિત થશે : કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ : કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ વડાપ્રધાન સાથે કરેલી મુલાકાત : સિંધુને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દશતક વાગી રહી છે કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહયો છે બીજી લહેરમાં અપાયેલી છુટછાટોના પગલે નાગરિકો બેફિકર બનીને પ્રવાસન સ્થળો પર ઉમટી રહયા છે આ દ્રશ્યો જાેઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ જ ચિંતીત બન્યા છે

અને તબીબોએ પણ ચિંતા વ્યકત કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમાં ટુંક સમયમાં જ ત્રીજી લહેર આવશે અને જાે આ જ પરિસ્થિતિ રહી તો ખુબ જ કપરા દ્રશ્યો જાેવા મળશે. એકબાજુ કોરોનાની ત્રીજી લહેર સામે સરકાર સજ્જ થઈ રહી છે અને લોકોને ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે ત્યારે રાજકીય ક્ષેત્રે ગરમાવો જાેવા મળી રહયો છે. કોરોનાના કપરા કાળમાં પણ દિલ્હીના રાજકારણમાં ભારે ઉથલપાથલ થતાં રાજકીય તજજ્ઞો સતર્ક બની ગયા છે

એક બાજુ કોરોના સામે સતર્કતા દાખવવામાં આવી રહી છે ત્યારે બીજીબાજુ રાજકીય ક્ષેત્રે આવેલા ગરમાવાથી આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવુ સ્પષ્ટપણે મનાઈ રહયું છે. શનિવાર સવારથી જ દિલ્હીમાં ભારે ચહલપહલ જાેવા મળી હતી.

એનસીપીના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી શરદ પવાર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી ગયા હતા અને બંને નેતાઓ વચ્ચે એક કલાક જેટલી બેઠક ચાલી હતી જેના પગલે અનેક ચર્ચાઓ થતી સાંભળવા મળી હતી ત્યારે બીજીબાજુ કોંગ્રેસમાં પણ ભારે ચહલપહલ થઈ હતી કેપ્ટન અમરીન્દરસિંગ, પંજાબના કોંગ્રેસના પ્રભારી રાઉત ને મળ્યા હતાં સાથે સાથે નવજાેત સિંગ સિંધુ પણ કોંગ્રેસના અન્ય નેતાઓને મળતા મામલો વધુ ગુંચવાયો છે બંને નેતાઓ વચ્ચે સમાધાન થાય તેવી કોઈ શક્યતા જાેવા નહી મળતાં કોંગ્રેસના નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે.

શનિવારનો દિવસ દિલ્હીના રાજકારણ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રવકતા રાઉત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કરી રહયા છે અત્યાર સુધી તેમની સામે આક્ષેપો કરનાર રાઉતની ભાષા અચાનક જ બદલાવા લાગતા મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ ચોંકી ઉઠયા છે

થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી પહોંચી જઈ વડાપ્રધાન મોદી સાથે બંધ બારણે બેઠક કરી હતી જાેકે તેમની દિલ્હીની મુલાકાત પહેલા મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠના અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પણ મુલાકાત થઈ હતી આ તમામ બાબતો ખુબ જ સુચક મનાઈ રહી છે.

ઠાકરેની વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ તમામ સમીકરણો બદલાઈ ગયા છે અત્યાર સુધી શિવસેનાનું ભાજપ સાથે જાેડાણ હતું પરંતુ છેલ્લે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી બાદ મુખ્યમંત્રી પદ મેળવવાની લ્હાયમાં ભાજપ સાથે જાેડાણ કાપી નાંખી એનસીપી અને કોંગ્રેસ સાથે શિવસેનાએ જાેડાણ કર્યું હતું

ખીચડી સરકારના કારણે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તમામ પક્ષના નેતાઓને વિશ્વાસમાં લેવા પડી રહયા છે અને તેમાં ભારે અડચણો આવી રહી છે આ પરિસ્થિતિમાં હવે શિવસેનાને ભાજપ સાથે જાેડાણ કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. શિવસેનાની હિન્દુત્વવાદી છાપ પણ હવે ભુંસાવા લાગી હોય તેવું ચિત્ર ઉપસી રહયું છે

જેના પગલે શિવસેનાના નેતાઓએ ડેમેજ કંટ્રોલ સીસ્ટમ આરંભી દીધી છે ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાનને મળ્યા બાદ નવી જ રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે હજુ આ અંગે ચર્ચા ચાલી રહી છે ત્યાં જ એનસીપીના વડા શરદ પવારે પણ ભાજપના અગ્રણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્ણયોને આવકારતા રાજકીય પંડિતો સતર્ક બનેલા છે. શનિવારે સવારે અચાનક જ શરદ પવાર દિલ્હી પહોંચી ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપીના વડા શરદ પવાર વચ્ચે બંધ બારણે એક કલાક જેટલી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે સત્તાવાર બંને પક્ષો તરફથી કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી પરંતુ આ બેઠક મહારાષ્ટ્રના રાજકારણ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શરદ પવાર પોતે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સહકાર મંત્રાલયની રચના કરી તેનો સ્વતંત્ર હવાલો અમિત શાહને સોંપ્યો છે તેથી સહકારી ક્ષેત્ર અંગે પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હોવાનું મનાઈ રહયું છે. પરંતુ રાજકીય પંડિતો આ બેઠકને લઈ અનેક અટકળો સેવી રહયા છે અને તેના પરિણામો આગામી દિવસોમાં જાેવા મળશે.

દિલ્હીમાં શનિવારે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ પહોંચી ગયા હતા અને તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજયા બાદ વડાપ્રધાન મોદી સાથે પણ લંબાણપૂર્વકની બેઠક યોજી હતી આ બેઠકો પુરી થયા બાદ કર્ણાટકના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. રાજકીય પંડિતો માની રહયા છે કે યેદિયુરપ્પાને રાજીનામુ આપવા માટે જણાવવામાં આવ્યું છે જાેકે સત્તાવાર રીતે કોઈ બાબત જાહેર કરવામાં આવી નથી પરંતુ ટુંક સમયમાં જ આ બેઠકનું પરિણામ પણ જાણવા મળી જશે.

ભાજપમાં ચાલેલી રાજકીય ગતિવિધિ બાદ કોંગ્રેસમાં પણ ભારે ચહલપહલ જાેવા મળી હતી ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ દિલ્હીમાં છે અને તેઓ ગુજરાતના પ્રભારી ઉપરાંત પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની તાત્કાલિક નિમણુંક કરવા માટે રજુઆત કરી રહયા છે

આ ઉપરાંત કોંગ્રેસ માટે પંજાબનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન બની ગયો છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંગ અને નવજાેતસિંગ સિંધુ વચ્ચેનો વિવાદ ખુબ જ વકરતા હવે સમગ્ર મામલો દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચી ગયો છે બંને જુથોના ટેકેદારો પણ દિલ્હીમાં ધામા નાંખીને પડયા છે. કોંગ્રેસ પાસે હવે ઓછા રાજયો બચ્યા છે

ત્યારે સરકાર જાળવી રાખવા માટે પક્ષના મોવડી મંડળ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કેપ્ટનને પણ મનાવવાના પ્રયાસો ચાલુ છે ત્યારે સિંધુને પણ વિવાદોનો અંત લાવવા જણાવવામાં આવ્યું છે પરંતુ બંને નેતાઓ નમતું જાેખવા તૈયાર ન હોવાથી કોઈપણ સમયે પંજાબના રાજકારણમાં ભૂકંપ સર્જાવાની સંપૂર્ણ શક્યતા જાેવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.