Western Times News

Gujarati News

વેરાવળમાં ૩ માળનું મકાન ધરાશાયી થતાં નાસભાગ

ગીર સોમનાથ, વેરાવળમાં જૂની સેલ ટેક્સવાળી ગલીમાં એક ૩ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડીંગ ધરાશાયી થતાં આસપાસમાં નાસભાગ મચી ગઇ હતી. જાે કે, બિલ્ડીંગમાં કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે બિલ્ડીંગમાં રહેતા બે પરિવારોની ઘરવખરી કાટમાળમાં દબાઈ જતાં બેઘર બન્યા છે.

એટલું જ નહીં, આસપાસના મકાનો અને દુકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. હવે ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. મકાનની સામે રહેતા કોઈ વ્યક્તિએ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

બિલ્ડીંગ ધરાશાયી થતાં તેમા રહેતા ખારવા સમાજના બે પરિવારોની રાશનની સામગ્રી, ગેસના ચૂલા, બાટલો, દાગીના રોકડ રકમ, કપડાં-લતા સહિત ઘરની તમામ ઘર વખરી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટના સમયે મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.