Western Times News

Gujarati News

ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસનો IPO 27 જુલાઈ, 2021ના રોજ ખુલશે

ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ લિમિટેડના ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 695થી રૂ. 720- ઓફર 27 જુલાઈ, 2021ને મંગળવારથી 29 જુલાઈ, 2021ને ગુરુવાર સુધી ખુલ્લી રહેશે

લાંબા ગાળાની બિમારીની સારવાર માટે પસંદગીના હાઈ વેલ્યુ, નોન-કોમોડિટાઇઝ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (“APIs”) વિકસાવતી અને ઉત્પાદન કરતી કંપની ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ લિમિટેડ (‘જીએલએસ’ અથવા ‘કંપની’)નો આઇપીઓ (“ઓફર”) 27 જુલાઈ, 2021ના રોજ ખુલશે.

આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 695થી રૂ. 720 નક્કી થઈ છે. બિડ લઘુતમ 20 ઇક્વિટી શેર માટે અને પછી 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) સામેલ છે, જેમાં રૂ. 10,600 મિલિયનના ફ્રેશ ઇક્વિટી શેર (“ફ્રેશ ઇશ્યૂ”) અને ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“પ્રમોટર” અથવા “પ્રમોટર વિક્રેતા શેરધારક”) દ્વારા 6,300,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

ઓફર સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)નું પાલન કરીને અને સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”) સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, જેમાં સમયેસમયે થયેલા સુધારા (“એસસીઆરઆર”)ના નિયમ 19(2)(બી) અંતર્ગત બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશન બાયર્સ (“ક્યુઆઇબી” અને આ પ્રકારનો હિસ્સો “ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે,

જેમાં શરત એ છે કે, અમારી કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”).  સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)નો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડને જ સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ માટે સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો આરઆઇબીને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.

એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સ ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત બેંક ખાતા (યુપીઆઈ આઇડી સહિત (હવે પછી પરિભાષિત કરવામાં આવ્યાં છે))ની વિગત પ્રદાન કરવી પડશે અને રિટેલ વ્યક્તિગત બિડર(ર્સ) ના કેસમાં એસસીએસબી કે યુપીઆઈ મિકેનિઝમ દ્વારા લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ફંડનો ઉપયોગ આ માટે કરશે – (1) 9 ઓક્ટોબર, 2018ના રોજ થયેલી વ્યવસાય ખરીદીની સમજૂતીના સંબંધમાં કંપનીમાં પ્રમોટરમાંથી એપીઆઈ વ્યવસાયને અલગ કરવા માટે પ્રમોટર સાથે સંબંધિત બાકી નીકળતી ખરીદીની ચુકવણી કરવા; (2) મૂડીગત ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા; અને (3) સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે.

ઓફરના ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, બીઓએફએ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ અને ગોલ્ડમેન સાક્સ (ઇન્ડિયા) સીક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉ આઇડીએફસી સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી), બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.